Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

એ.આર. સિંઘની રાજકોટના ડે. કમિશ્નરપદે પુનઃ નિમણુંક

વયનિવૃતિ બાદ સરકારે કરાર આધારીત સેવા ચાલુ રાખવા હુકમ કર્યોઃ ૩૧ ડિસેમ્બર ર૦રર સુધી એકસ્ટેનશન

રાજકોટ તા.૧૪ : મ.ન.પા.ના પૂર્વ ડે.કમિશ્નર એ.આર.સિંઘ વયમર્યાદાને કારણે ૩૦જુને નિવૃત થયા બાદ પણ રાજય સરકારે તેઓની સેવા કરાર આધારીત એકસ્ટેન્શન આપી ચાલુ રખાવી છે અને શ્રી સિંઘની રાજકોટના ડે.કમિશ્નર પદે પુનઃ નિમણું કરી છે.

આ અંગે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના ઠરાવમાં જણાવેલ વિગતો મુજબ શ્રી એ.આર. સિંઘ, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ (સીનીયર સ્કેલ) તા.૩૦/૦૧/ર૦ર૧ના રોજ સરકારી સેવામાંથી વયનિવૃત થયેલ છે.શ્રી એ.આર. સિંઘને વયનિવૃત બાદ કરાર આધારિત નિમણુંક આપવાની વંચાણે લીધેલ  નોંધ અન્વયે સરકારશ્રીની મંજુરી મળેલ છે. જે મુજબ શ્રી એ.આર.સિંઘને કરારના ધોરણે નાયબ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ તરીકે તા.૦૪/૧૧/ર૦૧૯ ના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવની જોગવાઇ અનુસાર શરતોને આધિન પ્રવર્તમાન નિયમોનુસાર નિમણુંક આપવામા આવે છે.

જે મુજબ શ્રી એ.આર.સિંઘને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,રાજકોટની ખાલી રહેલ જગ્યા પર તેઓ હવાલો સંભાળે તે તારીખથી તા.૩૧/૧ર/ર૦રર સુધી અથવા આ જગ્યા પર નિયમિત અધિકારી ઉપલબ્ધ થાય ત્યાં સુધી અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી, તે ત્રણમાંથી જે વહેલુ હોય ત્યાં સુધીના સમયગાળા માટે આ કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે.

નોંધનીય છે કે શ્રી સિંઘે રાજકોટનાકાર્યકાળ દરમિયાન શહેરમાં દબાણ હટાવ સહીતની કડક ઝૂંબેશ હાથ ધરી હતી.

(3:32 pm IST)