Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

NFIR અને WRMSના સંયુકત ઉપક્રમે રેલ બચાવો, દેશ બચાવો...રેલ્વે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

૧૯મી સુધી રેલ્વે કર્મચારીઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરશેઃ હિરેન મહેતા

રાજકોટ તા. ૧૪ :.. હિરેન મહેતા (ડીવીઝનલ સેક્રેટરી વે. રે. મજદૂર સંઘ) ની જણાવેલ યાદી મુજબ નેશનલ ફેડરેશન્સ ઓફ ઇન્ડીયન રેલ્વે મેન્સના જનરલ સેક્રેટરી ડો. એમ. રાઘવૈયાજીના આદેશથી અને વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના જનરલ સેક્રેટરી શ્રી આર. જી.કાબર અને પ્રેસીડન્ટ શ્રી શરીફખાન પઠાણના આહવાનથી રાજકોટ ડીવીઝનમાં પણ સમગ્ર ભારતીય રેલ્વેના કર્મચારીઓ સાથે વિવિધ સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શન રેલ બચાવો, દેશ બચાવો, ના સૂત્ર હેઠળ ખાનગીકરણ, સરકારી સંપતીનું ઉદ્યોગપતિઓને કરવામાં આવી રહ્યું વેચાણ રોકવા, એમ. પી. એસ. હટાવી ઓ.પી.એસ. લાગુ કરવા માટે અને આવી અનેક માંગો ને લઇ ને ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન, સુત્રોચ્ચાર, કાળી પટ્ટી બાંધીને રેલીઓ યોજીને વિરોધ દર્શાવવામાં આવશે.

રાજકોટ ડીવીઝનમાં હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ, મોરબી સેકશનનો વિવિધ સ્ટેશનો પર રેલ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં મોરબી શાખાના બ્રાંચ સેક્રેટરી શ્રી દવેભાઇ, બ્રાંચ ચેરમેન એલ. પી. યાદવ તથા મોરબી શાખાના અન્ય પદાધીકારીઓએ જહેમત ઉઠાવેલ હતી. આજે વાંકાનેર ખાતે કાલે તા. ૧પ ના સુરેન્દ્રનગર ખાતે તા. ૧૯ સુધી ઓખાથી વણી રોડ સુધી રેલ કર્મચારીઓ વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘનો બેનર હેઠળ વિરોધ કરવામાં આવશે.

જેમાં મંડળ મંત્રી હિરેન મહેતા, મંડલ અધ્યક્ષ હિમાંશુ જાદવ, મહિલા કન્વીનર અવની ઓઝાના માર્ગદર્શન સાથે શ્રી દવે, એલ. પી. યાદવ, ડી. આર. સોઢા, અમીત ભાર્ગવ, દિલીપભાઇ, રાજદેવ, આર. જાડેજા, રસુલભાઇ મલીક, યોગરાજસિંહ, અભિષેક રંજન, હરીસિંહ, સંદીપ મીશ્રા, વગેરે વિવિધ શાખાના પદાધિકારીઓએ કાર્યરત રહેશે.

રેલ બચાવો, દેશની જીવન રેખાનું ખાનગીકરણ થતા બચાવો, સરકારી સંપતી પર ઉદ્યોગપતિઓનું આધિપત્પ સામાન્ય અને ગરીબ પ્રજાને ભાડા અને અન્ય સુવિધાઓના નામે લૂંટ ચલાવાશે.

જાગો... ભારતીયો જાગો... રેલ બચાવો, દેશ બચાવો... જેવા સુત્રોચ્ચાર કરવામાં આવશે. 

(4:11 pm IST)