Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

'તુ કાંઇ તારા માવતરેથી લાવી નથી' કહી કુંભારવાડામાં સીમરનબેન ખલીયાણીને ત્રાસ

પતિ નબીલ ખલીયાણી, સસરા ફીરોજભાઇ ખલીયાણી, અને સાસુ નાસીમબેન ખલીયાણી સામે ગુનો

રાજકોટ તા.૧૩ : રૈયા રોડ નેહરૂનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને કરીયાવર તથા નજીવી બાબતે કુંભારવાડામાં રહેતો પતિ, સાસુ અને સસરા શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ નહેરૂનગર શેરી નં. પમાં માવતરના ઘરે રહેતી સીમરન નબીલ ખલીયાણી (ઉ.ર૩) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં કુંભારવાડા શેરી નં.૪ બબન સોડાવાળાની સામે અમન એપાર્ટમેન્ટ પહેલા માળે રહેતા પતિ નબીલ ફિરોજભાઇ ખલીયાણી, સસરા, ફિરોજભાઇ ગનીભાઇ ખલીયાણી અને સાસુ નસીમબેન ખલીયાણીના નામ આપ્યા છે. સીમરનબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના ર૦૧૮ માં નબીલ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ, સાસુ અને સસરા સંયુકત કુટુંબમાં રહેતા હતા લગ્નના પંદરેક દિવસ બાદ પતિ રાત્રે મોડા આવતા હોવાથી પોતે તેને પુછતા 'આવુ તો મારા મા-બાપ પણ નથી પુછતા તો તુ કોણ પુછવાવાળી' તેમ કહી ઝઘડો કરતો અને મારમારતો હતો. બાદ આ વાત સાસુ, સસરાને કરતા તે પણ પતિનુ ઉપરાણુ લઇ પોતાની સાથે ઝઘડો કરતા અને તારો થેલો ભર અને તારા માવતરે નીકળ તે મારા ઘરને ઉકેળો બનાવી દીધો છે તેમ મેણાટોણા મારતા હતા તુ કાંઇ તારા માવતરેથી કાંઇ લાવી નથી તેમ કહી લોકડાઉન સમય દરમ્યાન પણ માવતરેથી પૈસા લઇ આવવાની વારંવાર માંગણી કરતા હતા આ લોકોના ત્રાસ અને આરોગ્ય પર શંકા તેમજ પોતાના વિશે ખરાબ વાતો થયેલ જેથી પોતે આ ત્રણેયના ત્રાસ અને ખોટા આક્ષેપોથી કંટાળી પોતે અગાઉ ઝેરી દવા પી લીધી હતી.  બાદ પોતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જેથી આ ત્રાસથી કંટાળી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ આઇ. એ.શેખએ તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)