Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રામનાથપરામાં કરીમપુરા મસ્જીદના પ્રમુખ અને ઉપપ્રમુખના પુત્ર પર ધોકા-પાઇપથી હુમલો

એક દિકરીના સમાધાન બાબતે ભેગા થયા બાદ સાજીદે તું પ્રમુખ થઇ ગયા પછી હવા આવી ગઇ છે કહી ધમકી દીધીઃ એ જતો રહ્યા પછી વાજીદ રિક્ષા લઇને આવ્યો, ધોકાવાળી કરી જતો રહ્યા પછી નેનો કારમાં ત્રણ જણે આવી મારકુટ કરી

રાજકોટ તા. ૧૪: રામનાથપરામાં આવેલીકરીમપુરા મસ્જીદના પ્રમુખ અને ઉપપ્રમુખના દિકરા પર એક દિકરીન પ્રશ્નના સમાધાન વખતે વાત વણસતાં ધોકા-પાઇપથી હુમલો કરવામાં આવતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

રામનાથપરા-૬માં રહેતાં કરીમપુરા મસ્જીદના પ્રમુખ હાજી સલિમભાઇ ઇશાભાઇ આકબાણી (ઉ.વ.૫૦) તથા ઉપપ્રમુખના પુત્ર રહીશભાઇ ફિરોઝભાઇ મકવાણા (ઉ.વ.૪૫) રાતે કરીમપુરા મસ્જીદ પાસે હતાં ત્યારે સાજીદ ઉર્ફ હાજી હારૂનભાઇ, વાજીદ અને ત્રણ અજાણ્યાએ ઝઘડો કરી ગાળો દઇ ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર મારતાં બંનેને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં.

સિવિલ હોસ્પિટલ તરફથી જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ રાજેશભાઇ આર. સોલંકી, રાઇટર રાજુભાઇ ભોળા સહિતે પહોંચી હાજી સલિમભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.   પોલીસને જણાવાયું હતું કે એક પરિવારના દિકરીના પ્રશ્નનું સમાધાન કરવા બધા ભેગા થયા હતાં ત્યારે સાજીદ ઉર્ફ હાજીએ સલિમભાઇને-તું પ્રમુખ થઇ ગયા પછી હવા આવી ગઇ છે? તેમ કહી માથાકુટ કરી ધમકી દીધી હતી અને તે જતો રહ્યો હતો.

એ પછી વાજીદ રિક્ષા લઇને આવ્યો હતો અને તે ધોકાથી હુમલો કરી ભાગીગયો હતો. ત્યારબાદ નેનો કારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ આવી તેણે પણ મારકુટ કરી હતી. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)