Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મોબાઇલની ચીલઝડપ અને સાયકલ ચોરનાર સંજય સરવૈયા પકડાયો

માલવીયાનગર પોલીસે માલવીયા કોલેજ પાસેથી દબોચ્યો

રાજકોટ, તા., ૧૪: શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ સામેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે સાયકલ ચોરી અને મોબાઇલની ચીલઝડપ કરનાર શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પી.ડી.એમ. કોલેજ સામેથી સંજય બીપીનભાઇ સરવૈયા (ઉ.વ.૩૮) (રહે. મવડી રોડ, નવલનગર શેરી નં. ૩/૧૮) ને ચોરાઉ મોબાઇલ અને સાયકલ સાથે પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં સંજયે સાત દિવસ પહેલા ઢેબર રોડ અટીકા ફાટક પાસેથી મોબાઇલની ચીલઝડપ અને બે મહિના  પહેલા મવડી ગામ બાપા સીતારામ ચોકમાંથી રૂ. પ હજારની કિંમતની સાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(2:56 pm IST)