Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હાશ !! કલેકટર કચેરીમાં આવતા વીકથી કેસ ચાલશે

આજે ર થી ૩ દલાલો પુછપરછ કરતા'તા : બુધવારે ર૧ મીએ ૧પ અરજદારોને બોલાવાયાઃ ૩ મહિનામાં ૩૦૦ થી વધુ કેસો પેન્ડીંગ

રાજકોટ, તા., ૧૪: તાજેતરમાં ગયા વીકમાં કલેકટર મેડમે પત્રકારોને હવે કેસો ચલાવાશે તેવો નિર્દેશ આપ્યા બાદ આજે કલેકટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે આવતા બુધવારથી કલેકટર કચેરીમાં કેસો ચાલવા માંડશે. આવતા બુધવારે પાંચમું નોરતું છે અને તે શુભ દિવસથી પુનઃ કેસો શરૂ થશે.સાધનોએ જણાવ્યું હતું કે આવતા બુધવારે  તેમના અપીલના કેસો સાંભળવા ૧૫ અરજદારોને નોટીસો આપી બોલાવાયા છે. અત્રે એ નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી કલેકટરશ્રીનું મહેસુલ અપીલના કેસો, બીનખેતીનું ઓપન હાઉસ વિગેરે બંધ છે. કોરોનાને કારણે બોર્ડ બંધ રખાતા અંદાજે ર૦૦ જેટલા કેસોનો ભરાવો થયો છે. આ ઉપરાંત ખાણ-ખનીજ-પુરવઠા, બેન્ક સિકયોરાઇઝેશન, હથીયાર પરવાના વિગેરેની ફાઇલો અલગ.

આજે કેસો ચાલશે તેવો સંકેત મળ્યા બાદ અરજદારોને હાશકારો થયો હતો. તો છેલ્લા ર થી ૩ દિવસથી ર થી ૩ દલાલો પુછપરછ કરતા હતા તેમના મોઢા પણ મલકી ઉઠયા હતા. જો કે કલેકટર કચેરીમાં હવે કોઇ પણ કેસમાં પારદર્શક વહીવટ થઇ ગયો છે. આમ છતા યેનકેન પ્રકારે અમુક તોડજોડ કરી લેતા હોય છે. તંત્રના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને પણ આ વાત આવી છે.

(3:42 pm IST)