Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ઘટે નહિ કાંઇ...ઘરના કબાટ,પેટી પલંગ બોટલો-ટીનથી છલોછલઃ મનોજ જાટ પોણા બે લાખના દારૂ સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસ મથકના હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી અને મુકેશભાઇની બાતમી પરથી દરોડોઃ યુપીથી લાવ્યાનું કથનઃ તહેવારમાં વેંચીને રોકડી કરે એ પહેલા પકડાયો : ગાંધીગ્રામ પોલીસે ભારતીનગરમાંથી વેનમાં ૯૬ બોટલ સાથે પ્રહલાદસિંહની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૪: તહેવારને ધ્યાને લઇ બૂટલેગરો પર ધોંસ બોલાવવાનું પોલીસે ચાલુ રાખ્યું છે. યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પાસેના ફલેટમાં દરોડો પાડી મુળ યુપીના અને ડ્રાઇવીંગ કરતાં જાટ શખ્સને રૂ. ૧,૭૫,૦૬૦ના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લીધો હતો. આ શખ્સે ફલેટમાં કબાટ, પેટી પલંગમાં દારૂ-બીયરનો જથ્થો સંઘરી રાખ્યો હતો. યુપી તરફ ગાડી લઇને ગયો ત્યારે ત્યાંથી દિવાળીમાં કમાઇ લેવાના ઇરાદે માલ ભરી લાવ્યો હતો. પણ વેંચે એ પહેલા પોલીસે દબોચી લીધો હતો. જ્યારે અન્ય દરોડામાં ગાંધીગ્રામ ભારતીનગરમાંથી ગાંધીગ્રામ પોલીસે એક શખ્સને રૂ. મારૂતિ વેનમાં ૩૮૪૦૦ના ૯૬ બોટલ દારૂ સાથ પકડી લીધો હતો.

યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી અને મુકેશભાઇ ડાંગરને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોક પામસીટી એ-બિલ્ડીંગ ફલેટ નં. ૧૨૦૧માં રહેતાં શખ્સના ફલેટમાં દારૂનો જથ્થો આવ્યો છે. તેના આધારે દરોડો પાડતાં ફલેટના દિવાલ કબાટ અને પેટી પલંગ અંદરથી રૂ. ૧,૫૫,૬૬૦નો ૨૬૦ બોટલ દારૂ તથા રૂ. ૧૪૪૦૦ના ૧૪૪ બીયરના ટીન મળતાં કુલ પોણા બે લાખનો દારૂ બીયર કબ્જે કરી અજીતસિંગ ઉર્ફ મનોજ હરપાલસિંગ તેવટીયા (જાટ) (ઉ.વ.૨૯)ની ધરપકડ કરી હતી. આ શખ્સ ડ્રાઇવીંગ કામ કરે છે અને મુળ યુપીના હાથરસમાં આવાસ વિકાસ કોલોની આગ્રા રોડ ૧/૫૬માં રહે છે. તે યુપીથી ગાડી લઇને રાજકોટ આવ્યો હોઇ ત્યાંથી દારૂ-બીયરનો જથ્થો લાવ્યો હતો.

પોલીસે મેકડોવેલ્સ નંબર-૧, બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, રોયલ ચેલેન્જ, મેજીક મોમેન્ટ, ધ રોકફોર્ડ, રોયલ સ્ટેગની બોટલો તથા કિંગફીશન, હેવર્ડસના બીયરના ટીનનો જથ્થો કબાટ અને પેટી પલંગમાંથી કબ્જે કર્યો હતો. આ શખ્સ અગાઉ મારામારીના ગુનામાં દ્વારકામાં પકડાયો હતો. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ થશે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ.એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, રાજેશભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, કૃષ્ણદેવસિંહ, અજયભાઇ, બ્રિજરાજસિંહ સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે અન્ય દરોડામાં ગાંધીગ્રામ પોલીસની ટીમે ભારતીનગર-૮/૧૧માં ખોડિયાર નિવાસમાં રહેતાં પ્રહલાદસિંહ હાલુભા ચુડાસમા (ઉ.૪૬)ને તેના ઘર નજીક વેન નં. જીજે૦૩ડબલ્યુ-૫૧૩૬માં રૂ. ૩૭૪૦૦ની ૯૬ બોટલ દારૂ સાથે પકડી લઇ રૂ. ૫૦ હજારની વેન પણ કબ્જે લેવાઇ હતી. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા,  વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિગ્ુભા, બ્રિજરાજસિંહ, કિશોરભાઇ ઘુઘલ સહિતે આ કામગીરી કરી હતી. આ ઉપરાંત  ગાંધીગ્રામ અક્ષરનગર-૨ના સંદિપ જગદીશભાઇ ત્રિવેદી (ઉ.૨૯)ને તેના ઘર નજીકથી પીએસઆઇ એચ. વી. સોમૈયા, અર્જુન ડવ સહિતે રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે પકડ્યો હતો.

  • શ્રીરામ સોસાયટીનો સુરેશ એક બોટલ સાથે પકડાયો

કુવાડવા રોડ પોલીસના એ.ડી. મકવાણા, વિરદેવસિંહ જાડેજા સહિતે રાજકોટ-અમદાવાદ હાઇવે ઓડીના શો રૂમ સામેથી સુરેશ ઓઘડભાઇ વાળા (ઉ.૩૮-રહે. શ્રીરામ સોસાયટી-૧, આરટીઓ પાછળ)ને રૂ. ૨૦૦ના વિદેશી દારૂ સાથે પકડી લઇ ૧૦ હજારના ત્રણ મોબાઇલ ફોન પણ કબ્જે લીધા હતાં.

(12:23 pm IST)