Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કપાલભાતી ક્રિયા દરરોજ ૧૦ મિનિટ કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે

ચાલો યોગ દ્વારા ડાયાબિટીઝ મટાડીએ

વિશ્વમાં ૧૪ નવેમ્બર 'વર્લ્ડ ડાયાબિટીઝ ડે' તરીકે ઉજવવામાં આવે છે. Internaional diabates federation અને  World health organization એ આ દિવસ ઉજવવાનું ૧૯૯૧માં ચાલુ કર્યું હતું. ૧૪ નવેમ્બર  Frederick bankingનો જન્મદિવસ છે કે, જેમણે  Charles best સાથે ઇન્સ્યુલીનની શોધ કરી. તેના માટે ૧૪ નવેમ્બર ડાયાબિટીઝ ડે તરીકે ઉજવાય છે.

વર્લ્ડ ડાયાબિટીઝ ડે ઉજવવા પાછળનો ઉદેશ વિશ્વમાં ડાયાબિટીઝના કારણે આરોગ્ય અને સ્વાસ્થની વધતી જતી ચિંતા અને તેના જોખમી પરિબળો છે. વલ્ડ ડાયાબિટીઝ ડે વિશ્વનું સૌથી મોટુ ડાયાબિટીઝ અવેરનેસ/ જાગૃતતા ઝુંબેશ છે. જેની પહોંચ વિશ્વના ૧૬૦ થી પણ વધારે દેશોના એક અબજથી વધારે લોકો સુધીની છે. આમનો ઉદેશ ડાયાબિટીસ પ્રત્યે સતત જનતા, સમાજ અને શાસક પક્ષ આ મુદાને સતત ધ્યાનમાં રાખે તે માટેનો છે. આ સંસ્થાના બે મહત્વના ઉદેશ છે.

ડાયાબિટીસ થવાના મુખ્ય કારણમાં આપણી જીવનવશૈલી જવાબદાર છે. આ સીવાય આ રોગ વારસાગત પણ આવે છે અને કયારેક કોઇ બિમારીની આડઅસરથી પણ ડાયાબિટીસ થાય છે. પરંતુ મુખ્ય કારણ આપણું ખાન-પાન અને બેઠાડુ જીવન છે. વિશેષમાં શારીરિક શ્રમનો અભાવ, માનસીક શ્રમ, ચિંતા, ઉદવેગ અને ઓચિંતા આધાત પણ ડાયાબિટીસ લાવવાના મુખ્ય કારણોમાં છે.

ડાયાબિટીસના લગભગ ૬૦% દર્દીમાં કોઇ ખાસ વિશીષ્ટ લક્ષણ દેખાતા નથી. જેને કારણે અસાવધ અવસ્થામાં વ્યકિત ડાયાબિટીસમાં ઘેરાઇ જાય છે. જેથી ડાયાબિટીસને સામાન્ય ભાષામાં ઉધઇ જેવો રોગ ગણેલ છે.

ડાયાબિટીસની જાણ બે પ્રકારે થાય છે. જેમાં તેના લક્ષણો-મોઢુ ફિકકુ થઇ જવું, વજન ઘટવું, કોઇ ઘા જલદી ન રૂઝાય વિગેરેથી માલુમ પડે છે. અને બીજુ જ્યારે બ્લડ ટેસ્ટ કરાવે તો ખબર પડે છે.

ડાયાબિટીસ એક વખત આવી જાય છે પછી તેના બાબતેની પરેજીએ જ એક  ઉપાય છે. અને તેના માટે આપણા યોગશાસ્ત્રમાં ડાયાબિટીસમાં અનેક આસનો અને પ્રાણાયામ આપેલા છે જેની રેગ્યુલર પ્રેકટીસથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે. જો ડાયાબિટીસની શરૂઆત જ હોય તો, યોગાસન નિયમીત અભ્યાસ તેને જડમુડમાંથી નાબુદ પણ કરી શકે છે.

મંડુકાસન, વક્રસન, ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, હલાસન, પશ્ચીમોતાસનાસનો નિયમીત અભ્યાસ ૧૦ સેકન્ડથી લઇ બે મિનીટ સુધી દરેક આસન કરવામાં આવે તો ડાયાબિટીસમાં ઘણો લાભ મળે છે. આ સિવાય કપાલભાતી ક્રિયા જો દરરોજ ૧૦ મીનીટ કરવામાં આવે તો ડાયાબિટીસ ચોક્કસ નિયંત્રણમાં આવી  શકે છે. આ બધા આસનો અને પ્રાણાયામ કોઇ યોગ નિષ્ણાંત પાસે શીખી અને પછી જ જાતે કરવા જેથી ચોક્કસ ફાયદો મેળવી શકાય.

આ ઉપરાંત સાદો ખોરાક લેવો, ખોરાકમાં નિયમીતતા જાળવવી તેમજ તળેલા પદાર્થો, મીઠાઇ, આઇસ્ક્રીમ, ઠંડાપીણા,બેકરી આઇટમ વગેરે ન લેવા જોઇએ. આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો. વધારે પડતુ વજન હોય તો ઓછું કરવું. દરરોજ આસન, પ્રાણાયામ અને વોર્કિંગ કરવું. આમ જો થોડુ ધ્યાન આપવામાં આવે તો આ બિમારીને ચોક્કસ કાબુમાં રાખી શકાય છે. શ્રી પતંજલી મુનીના અષ્ટાંગ યોગના પ્રથમ બે અંગો યમ અને નિયમનું જો રોજીંદા જીવનમાં પાલન કરવામાં આવે તો તંદુરસ્તી આપણાથી દુર નથી.

અલ્પા શેઠ

યોગ નિષ્ણાંત

મો. ૯૪૨૮૪ ૬૩૫૦૫

(2:43 pm IST)