Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ચોરાઉ બાઇક તથા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સને પકડી લેતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ

પોકેટકોપ એપ્લીકેશનની મદદથી આરોપીનો ગુનાહીત ચકસાયો: અગાઉ રાજકોટ જેલમાં 3 સીમકાર્ડ સાથે પકડાયો હતો

રાજકોટઃ આજીડેમ પોલિસ સ્ટેશન વિસ્તારના ગોંડલ ચોકડીથી આગળ પંડીત દીન દયાળ નગર રેલ્વેના પાટા પાસેથી હેડકોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા જયપાલભાઇ બરાળીયાને મળેલ સંયુકત બાતમી આધારે દારૂની મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કીની બોટલો નંગ-૧૦ સાથે આશીષ મનુભાઇ બોરીચા (ઉ.વ. ૩૬ રહે. હાલ, શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ, નીતીનભાઇ ગઢવીની ઓરડીમાં ભાડેથી સ્વાતી પાર્ક રોડ રાજકોટ)ને પકડી લેવાયો છે. તેની પાસેના બાઈકનું પોકેટકોપ એપ્લીકેશનની મદદથી  સર્ચ કરતા આ વાહનના માલીક  જેતપુર હોવાંનું અને વાહન 

ત્યાંથી ચોરી કર્યાનું આરોપીએ કબુલ્યું હતું. આ શખ્સ મુળ  ચણાકા ગામ પાદરમાં તા. ભેંસાણ જી. જુનાગઢનો વતની છે.

 

આ શખ્સ અગાઉ ગોંડલ, અમરેલી, વડીયામાં વાહનચોરી, દારૂના 4 ગુનામાં પકડાયો હતો.ઉપરાંત રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં હતો ત્યારે તેની પાસેથી મોબાઈલના ત્રણ સીમકાર્ડ મળી આવેલ હતા.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા, પો.સબ ઇન્સ. એમ.એમ.ઝાલા, એચ.એન.જામગ, હેડ કોન્સ.કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા, એસીપી એચ. એલ. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

(6:10 pm IST)