Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઘુઘરા તમે જમો અને સંતોષના ઓડકાર અમને આપો : 'અનામ ઘુઘરા' દ્વારા વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી : ગરીબ વિસ્તારના બાળકોને ભાવથી જમાડયા

રાજકોટ : વેલેન્ટાઇન ડે ની ઉજવણી રાજકોટના ખુબ જાણીતા અનામ ઘુઘરા દ્વારા જરા અનોખી રીતે કરવામાં આવી હતી. અનામ ઘુઘરાના વિવિધ આઉટ લેટ્સની ટીમો ગરમા ગરમ ઘુઘરાની પ્લેટસ પેક કરીને છેવાડાના વિસ્તારોમાં ફરી વળી હતી. ગરીબ ઘરના બાળકોને શોધી શોધી ભાવથી કોઇ ચાર્જ વસુલ્યા વગર ઘુઘરા જમાડવામાં આવ્યા. તેમના ચહેરા પર આનંદના ઓડકાર લાવી આ રીતે વેલેન્ટાઇન ડે ઉજવવાની જરા હટ કે પહેલ 'અનામ ઘુઘરા'એ કરી હતી. તસ્વીરમાં ચટાકેદાર ઘુઘરાનો સ્વાદ માણતા બાળકો અને તેમના પરિવારજનો નજરે પડે છે.

(3:17 pm IST)