Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અર્જુન ખાટરિયા સામેના અપક્ષ અર્જુન ખાટરિયાનું ફોર્મ રદ

રાજકોટ, તા. ૧૫ :. જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયા સામે છેલ્લી ઘડીએ નજીકના કોઈ ગામના અર્જુન ખાટરિયા નામના બીજા વ્યકિતએ અપક્ષ તરીકે ઉમેદવારી કરેલ. કોંગીના ખાટરિયા તેને ભાજપ પ્રેરિત ઉમેદવારી ગણે છે. આજે ચકાસણી વખતે ફોર્મમાં અધુરી વિગતના કારણે અપક્ષ અર્જુન ખાટરિયાનું ફોર્મ રદ્દ થયાનું અને કોંગીના અર્જુન ખાટરિયાનું ફોર્મ માન્ય રહ્યાનું જાણવા મળે છે.

(4:09 pm IST)