Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી વલ્લભ ઉર્ફે દિનેશ પકડાયો

એ-ડિવીઝન પોલીસે શખ્સને પકડી જેલ હવાલે કર્યો

રાજકોટ, તા. ૧૫ :. મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટયા બાદ ફરાર પાકા કેદીને એ-ડિવીઝન પોલીસે ઝડપી લીધો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જેલમાંથી વચગાળાના જામીન પરથી, પેરોલ રજા પરથી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ. નિમાવત, એએસઆઈ ભરતસિંહ, હેડ કોન્સ. હારૂનભાઈ, વીરેન્દ્રસિંહ, રામભાઈ, મૌલીકભાઈ, જગદીશભાઈ, મેરૂભા, નરેશભાઈ, જયરાજભાઈ અને ગજેન્દ્રસિંહ રાઠોડ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. જયરાજભાઈ અને ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કામના કેદી વલ્લભ ઉર્ફે દિનેશ મનજીભાઈ વાજલીયા (ઉ.વ.૪૨) (રહે. મુંગણીગામ જી. જામનગર)ને પકડી લઈ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

(4:41 pm IST)