Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કાલે વસંત પંચમી

સરસ્વતી દેવીના જન્મોત્સવની ઉજવણીનો મહિમાઃ શુભકાર્યો માટે વણજોયું મુહૂર્ત

રાજકોટ તા. ૧પઃ કાલે તા. ૧૬ ને મંગળવારે વસંત પંચમી છે. આ દિવસે સરસ્વતી દેવીના જન્મોત્સવની ઉજવણી કરાય છે અને વણજોયા મુહુર્ત તરીકે અનેક શુભકાર્યો પણ કરવામાં આવે છે.

આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ભ્રમણ કરતા મંદિરમાં પહોંચતા હતા ત્યાં વિધિપૂર્વક દેવતાઓ પર અન્નની કૂંપળો ચઢતી હતી.

વસંત પંચમી પર આપણા પાક. ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થઇ જાય છે. તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ. કયાક કયાક વસંતી રંગની પતંગો ઉડાવવાનો કાર્યક્રમ ખુબ જ રોચક હોય છે. આ તહેવાર પર લોકો વસંતી કપડા પહેરે છે અને વસંતી રંગનું ભોજન કરે છે અને મીઠાઇઓ વહેંચે છે.

ઋતુરાજ વસંતનું મહત્વ છે. તેની છટા નિહાળીને જડ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ મોટી છે. યોગ્ય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે. આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે.

(4:41 pm IST)