Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જાહેરનામા ભંગના ર૦૧ કેસઃ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ ભંગના ર૯: માસ્‍ક નહી પહેરનારા ૯૦પ વ્‍યકિતઓ સામે કાર્યવાહી

સંક્રમીત દર્દી કે કવોરન્‍ટાઇન વ્‍યકિત નિયમ ભંગ કરે તો પોલીસ કંટ્રોલમાં માહિતી આપવા અનુરોધઃ કર્ફયું ભંગના ૧ર૮ કેસઃ જાહેરમાં થુકનારા ર૮ વ્‍યકિતઓ સામે કાર્યવાહી કરાઇ

રાજકોટ તા.૧પ : કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. આ સમયે જાહેર જીવનમાં લોકો એકબીજાથી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવી રોજીન્‍દી કામગીરી કરે અને પોતાને કોઇ સંક્રમણ અંગેના લક્ષણો જોવામાં આવે તો યોગ્‍ય સારવાર મેળવવી તેમજ અન્‍ય પોતાના પરિવારજનો તથા અન્‍ય લોકો સાથે સંપર્ક ટાળવો જેથી કોરોના વાયરસનું સંક્રમણ પરિવાર તથા લોકોમાં ફેલાતો અટકે તેમજ જાહેર જીવનમાં લોકોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્‍તપણે પાલન કરી પોતે તથા પોતાના પરિવારજનોને સ્‍વસ્‍થ અને સુરક્ષીત રાખી શકાય છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે સરકાર દ્વારા  જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકા તથા કર્ફયુ ચુસ્‍તપણે કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોય જે સમયે પણ ઘણા લોકો જાહેર જીવનમાં બેદરકારી દાખવી પોતે તથા પોતાના પરિવારને જોખમમાં મુકતા હોવાનું ધ્‍યાને આવેલ ગઇકાલે પોલીસ દ્વારા જાહેરનામાં ભંગના કુલ-ર૦૧ કેસ, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ ભંગના કુલ ર૯ કેસ, જાહેરમાં માસ્‍ક નહી પહેરવા અંગે ફુલ ૯૦પ વ્‍યકિતઓને કુલ રૂા.૯.૦પ, ૦૦૦/- તથા જાહેરમાં થુકવા બદલ કુલ ર૮ વ્‍યકિતઓને કુલ રૂા.૧૪૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે તેમજ કર્ફયું ભંગના કુલ ૧ર૮ કેસો કરવામાં આવેલ છે. જેમાં ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા પણ કર્ફયુંનુ યુસ્‍તપણે પાલન કરાવી કર્ફયું ભંગના કુલ ૧પ કેસો કરવામાં આવ્‍યા હતા.

પોલીસ દ્વારા હાલમાં કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા સરકારશ્રીની માર્ગદર્શીકાનું પાલન નહી કરનાર તથા કર્ફયુ ભંગ કરનાર વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેમ છતાં ઘણા લોકો અંતરયાળ સોસાયટીઓમાં સોસાયટી વિસ્‍તારમાં કર્ફયુ સમય દરમ્‍યાન વોકીંગ કરતા, એકઠા થઇ બેસતા મળી આવે છે તેમના વિરૂધ્‍ધ પણ પોલીસ સતત અંતરયાળ સોસાયટીમાં વધુમાં વધુ પેટ્રોલીંગ તેમજ ખાનગી રીતે તપાસ કરી આ રીતે કર્ફયુ ભંગ કરનાર વિરૂધ્‍ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી અને કર્ફયુ ભંગ કરનાર વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સતત માઇક્રો કન્‍ટેનમેન્‍ટ ઝોન વિસ્‍તારમાં વોચ રાખવામાં આવી રહેલ છે જેમાં કવોરન્‍ટાઇન થયેલ લોકો કવોરન્‍ટાઇન નિયમનો ભંગ કરતા કુલ ર૦ કરતા વધુ વ્‍યકિતઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જેથી સોસાયટી, એપાર્ટમેન્‍ટ વિસ્‍તારમાં કોરોના સંક્રમીત થયેલ દર્દી તથા તેના સંપર્કમાં આવેલ કોરન્‍ટાઇન થયેલ વ્‍યકિતઓ જે માર્ગદર્શીકાનું ચુસ્‍તપણે પાલન કરે તે માટે સોસાયટીના પ્રમુખો તથા આગેવાનોએ જાગૃત થઇ અને આવા વ્‍યકિતઓ નિયમ ભંગ કરે તો પોલીસ કંટ્રોલ રૂમ તથા વહીવટી તંત્રનો સંપર્ક કરી માહિતી જણાવવી તેમજ સંક્રમીત દર્દી કે કવોરન્‍ટાઇન થયેલ વ્‍યકિત નિયમ ભંગ કરે તો તેના ફોટા પાડી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ખાતે મો. નં. ૭પ૭પ૦ ૩૩૭૪૭ ઉપર વોટસએપથી ફોટા મોકલી આપવા જેથી પોલીસ દ્વારા માહિતી મોકલનાર વ્‍યકિતની માહિતી ગુપ્ત રાખી નિયમ ભંગ કરનાર વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકા તથા કર્ફયુનું ચુસ્‍તપણે પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સ્‍વસ્‍થ અને સુરક્ષીત રાખવા તેમજ કામ વગર બહાર નહી નીકળવા અપીલ કરવામાં આવી હતી.

(3:47 pm IST)