Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રાજકોટના રાયચુરા પરિવારની કરૂણ કહાની...

દીકરીને ખબર નથી, પપ્‍પા અને દાદી દુનિયામાં નથી...

મનિષભાઇ રાયચુરા પરિવાર વેરવીખેર : મનિષભાઇ તથા તેમના માતુશ્રીનું નિધન : ૯ વર્ષની દીકરી કોરોનાની સારવાર હેઠળ : પરિવારમાં મનિષભાઇના પત્‍ની પૂનમબેન અને તેમની દીકરી જ રહ્યા...

રાજકોટ તા. ૧૫ : રાજકોટ મનિષભાઇ રાયચુરા પરિવારમાં કરૂણ કહાની સર્જાઇ છે. મનિષભાઇ ખુદ અને તેના માતુશ્રી મીનાબેનનું કોરોનાના કારણે અવસાન થયું છે. મનિષભાઇની દીકરી ૯ વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ તેને ખબર નથી કે પપ્‍પા અને દાદી દુનિયામાં નથી.

આ કરૂણ ઘટના જતીનભાઇ દત્તાણી (મો. ૯૮૯૮૪ ૮૫૮૧૫)ના શબ્‍દોમાં વાંચો...

તારીખ ૩૧ /૩ /૨૦૨૧ ના બુધવારના રોજ મારા સાઢુભાઈ મનીષભાઈ રાયચુરા નો અને કોલ આવ્‍યો હતો કે મને કોરોના પોઝિટિવ આવ્‍યો એની સાથે મારી દીકરીને પર કોરોના પોઝિટિવ આવ્‍યો જેની ઉંમર ૯ વર્ષ છે. અમે બંને સમરસ હોસ્‍ટેલમાં કોરોન્‍ટાઇન થવા જાય છે. તેઓ ત્‍યાં સમરસમાં ગયા સમરસના ડોક્‍ટરે મનીષભાઈ રાયચુરાનેસમરસ હોસ્‍ટેલમાં એડમિટ થવા કહ્યું તથા એમની દીકરીના જેમની ઉંમર નવ વર્ષ છે એને ઘરે કોરોન્‍ટાઇન થવાની સલાહ આપી. જેના બ્રેકિંગ ન્‍યુઝ અકિલાની વેબસાઇટમાં આવ્‍યા હતા. પછી તારીખ ૨/૪/૨૦૨૧ના મનીષભાઈ રાયચુરાના માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો. એમને પણ કેકેવી ચોકમાં આરએમસી બુથમાં રેપિડ ટેસ્‍ટ કરાવ્‍યો ત્‍યાંના ડોક્‍ટરે એમને પણ સમરસ હોસ્‍ટેલમાં એડમિટ થવા કહ્યું એ દિવસે એમના માતા મીનાબેન રમેશભાઈ રાયચુરા સમરસ હોસ્‍ટેલમાં એડમિટ થયા. માતા અને એમનો દીકરો ત્‍યાં સમરસ હોસ્‍ટેલમાં સાથે એક જ ફલોરમાં હતા.

તારીખ ૬/૪/૨૦૨૧ મંગળવારે મનીષભાઈ રાયચુરાની અચાનક તબિયત ખરાબ થઈ જવાથી તેને ડોક્‍ટરે એમને સિવિલ હોસ્‍પિટલમાં ૧૨ મોકલ્‍યા. ત્‍યાં તેમનું ઓક્‍સિજન લેવલ ૯૩ આવ્‍યું હતું તો સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરે તેને ઘરે જવા સલાહ આપી ખાવાની જરૂર નથી. અહીંયા સુધી બધું બરાબર ચાલતું હતું.ᅠ પછી એ દિવસે.૬/૪/૨૦૨૧. મંગળવારના ૯ ક્રિના રાયચુરા ઉમર ૭ મનીષભાઈ રાયચુરાની દીકરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ જેથી તેમને ડોક્‍ટરે તાત્‍કાલિક હોસ્‍પિટલમાં એડમિટ થવાની સલાહ આપી. મનીષભાઈ રાયચુરાનો મને જતીન દંતાણીને કોલ આવ્‍યો કે તમે મારી દીકરીને હોસ્‍પિટલે લઇ જાવ હું પોઝિટિવ છું એટલે હું બહાર ન જઈ શકું. હું રાત્રે ૯ રાજકોટની તમામ બાળકોની હોસ્‍પિટલ એ રૂબરૂ ગયો અને ઘણા ફોન પણ કર્યા પણ હું પણ આヘર્ય પામી ગયો કે રાજકોટમાં બાળકોના કોરોનાના ડોક્‍ટર એક પણ નથી અને એ પણ એવી હોસ્‍પિટલ રાજકોટમાં નથી કે જે નાના બાળકને કોરોના થાય તો એની સારવાર કરે અને એમને એડમિટ કરે. મેં સતનામ હોસ્‍પિટલ, સેલસ હોસ્‍પિટલ, જેનિસ હોસ્‍પિટલ, જલારામ હોસ્‍પિટલ તથા અન્‍ય ઘણી હોસ્‍પિટલને કોઈ પણ કર્યા રૂબરૂ પણ ગયો પણ ક્‍યાંય પણ નાના બાળકને એડમિટ કોરોના હોય તો કરતા નથી. વોકાર્ડ હોસ્‍પિટલમાં મેં લાસ્‍ટ કોલ કરેલ ત્‍યાં મને કહેવામાં આવ્‍યું જો માઇનોર લક્ષણો હોય તો ત્‍યાં ડોક્‍ટર તૃપ્તિબેન નાના બાળકોની ટ્રીટમેન્‍ટ કરે છે. પણ અમારે ત્‍યાં વેન્‍ટિલેટરની નાના બાળકોની સુવિધા નથી. માટે તમે સિવિલ હોસ્‍પિટલમાં લઇ જાવ. પછી અમે અકિલાના તંત્રી શ્રી કિરીટભાઈ ગણાત્રાની સલાહ લઇ સિવિલ હોસ્‍પિટલમાં દીકરીને એડમીટ કરી. પછી એ જ દિવસે મોડી રાત્રે ૩ મારા સાઢુભાઈ મનીષભાઈ રાયચુરાનો મને કોલ આવ્‍યો કે જતીનભાઈ મને હોસ્‍પિટલે લઇ જાવ શ્વાસ લેવાતો નથી મારા ઘરે હું એકલો છું, મેં તાત્‍કાલિક ૧૦૮ને કોલ કરી બોલાવીને એમને સિવિલ હોસ્‍પિટલમાં લઇ ગયો. બીજી પ્રાઇવેટ હોસ્‍પિટલમાં કોઈ પણ જગ્‍યાએ એક પણ બેઠક ખાલી ન હોવાથી હું એમને સિવિલ હોસ્‍પિટલમાં લઇ ગયું. સિવિલ હોસ્‍પિટલમાં અમે ત્રણ વાગે ગયા પછી ઈમરજન્‍સી વોર્ડમાં અમને પાંચ વાગ્‍યા સુધી રાખ્‍યા. બે કલાક દરમિયાન ત્‍યાં કહેવામાં આવ્‍યું કે એક પણ બેડ ખાલી નથી. અંતે ૫ વાગ્‍યે એમને એડમીટ કર્યા. પછી. તારીખ. ૮/૪/૨૦૨૧ ને ગુરૂવારે મનીષભાઈ રાયચુરાના માતા મીનાબેનᅠ રાયચુરાની તબિયત લથડતાં સમરસ હોસ્‍ટેલમાંથી સિવિલ હોસ્‍પિટલમાં તાત્‍કાલિક એડમીટ કર્યા. ત્‍યાં તેને ઓક્‍સિજન ઉપર રાખવામાં આવ્‍યા હતા. અહીંયા સુધી હજી કરૂણતા બાકી હતી તો એ જ દિવસે રાત્રે ૩ વાગે ડોક્‍ટરે કહ્યું કે મનીષભાઈ રાયચુરાની દીકરી ક્રિના રાયચુરા ઉંમર ૭ મેરેદેશ ઈન્‍જેકશન આપવા પડશે બીજો કોઈ ઉપાય નથી. નાની ઉંમર હોવાથી એમની કીડની અને લીવરને અસર થાય તો હોસ્‍પિટલ કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. એવું લખાણ કરી મારી પાસે સહી કરાવી. દીકરીને ૯૦% ફેફસાં ભરાઇ ગયા હતા., સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ૯ વર્ષની દીકરીને ઇન્‍જેક્‍શન આપ્‍યાનો આ પ્રથમ બનાવ હતો. ભગવાનની કૃપાથી રેમડેસિવિર ઇન્‍જેક્‍શન બે દિવસ આપ્‍યા પછી એને કોઈ આડઅસર ન થવાથી આખું પરિવાર ખુશ થવા લાગ્‍યું.

 એટલેથી વાત પૂરી થતી નથી. અચાનકજ રાયચુરા પરિવારમાં કાળો કેર આવ્‍યો. તારીખ. ૧૧/૪/૨૦૨૧ રવિવારે અચાનક મનીષભાઈ રાયચુરાની તબિયત લથડતાં એમને કોવિડ વિભાગ ૫ માળ વેન્‍ટિલેટર પર મૂકવામાં આવ્‍યા. ત્‍યાં તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી એવું મને કોલ આવ્‍યું હતું. એટલેથી વાત પૂરી ન થતા પછી તારીખ ૧૨/૪/૨૦૨૧ સોમવારે વહેલી સવારે ૪.૩૦ ના સમયે સિવિલ હોસ્‍પિટલેથી કોલ આવ્‍યો કે મનીષભાઈ રાયચુરાના માતા મીનાબેન રાયચુરાનું અવસાન થઈ ગયેલ છે. અમે બધા આશ્ચર્ય થઈ ગયા. અમારી બધાની એવી ઇચ્‍છા હતી કે મનીષભાઈ રાયચુરાની વેન્‍ટિલેટરમાં હોવાથી એમના માતાનું અવસાન થઈ એ જાણ નથી કરવી પણ વાત કંઈક અલગ જ થયું. સવારે ૯ વાગ્‍યા આસપાસ આરએમસીમાંથી મનીષભાઈ રાયચુરાના મોબાઈલમાં કોલ ગયો કે તમારા માતા મીનાબેનનો અવસાન થઈ ગયું જે સાંભળી મનીષભાઈ રાયચુરા જે વેન્‍ટિલેટરમાં હતા એ ખૂબ જ ટેન્‍શનમાં આવી જતાં. બધાંએ એમના મોબાઈલમાંથી કોલ કરવા લાગ્‍યા કે સાચે મારા માતાનું અવસાન થઈ ગયું. એટલા બધા હેબતાઈ ગયા હતા કે એમનું ડાઉન થવા લાગ્‍યું. એ દિવસે સોમવારે એમને મને પણ ઘણાં કોલ કર્યા કે જતીનભાઈ મારી તબિયત અતિ ખરાબ છે મને અહીંયાથી જલદી લઈ જાવ. પણ વેન્‍ટિલેટરમાં હોવાથી બીજો કોઇ ઉપાય નહોતો. પરિવારના બધા સભ્‍યો મીનાબેનની અંતિમવિધિ કરવામાં વ્‍યસ્‍ત હતા. એ વિધિ પૂરી થઈ કે તરત અમુક સમય પછી તારીખ ૧૩/૪/૨૦૨૧ મંગળવારેᅠ વહેલી સવારે ૪ વાગ્‍યે હોસ્‍પિટલથી કોલ આવ્‍યો કે મનીષભાઈ રાયચુરાનું અવસાન થઈ ગયું છે. અમે બધા આヘર્ય પામી ગયા કે હજી તો થોડીવાર પહેલા જેની માતાના અગ્નિ દાહ કરીને આવ્‍યા અને તરત જ મનીષભાઈ રાયચુરા અવસાન થઈ ગયું. કોરોના એ કાળો કેર રાયચુરા પરિવાર પર વર્તાવ્‍યો આવ્‍યો.

 રાયચુરા પરિવારમાં ચાર સભ્‍યો હતા. (૧) મીનાબેન રાયચુરા (મનીષભાઈ ને માતા) (૨) મનીષભાઈ રાયચુરા. ઉમર-૩૭ (પોતે)ᅠ(૩) પુનમબેન મનીષભાઈ રાયચુરા ઉમર ૩૫ (પત્‍ની). અને (૪) ક્રિના રાયચુરા (પુત્રી) ઉમર ૯ હતા એમાંથી બે સભ્‍યોનું કોરોનાથી મોત થયું છે અને દીકરીના મોત સામે લડે છે. અમે પરિવારના સભ્‍યો એટલે આヘર્ય થઈ ગયા કે મનીષભાઈ રાયચુરા ના પત્‍ની અને દીકરીને આ વાત કેવી રીતે કેશુ. અમે બધાએ અત્‍યારે નો કહેવું યોગ્‍ય લાગશે એવું વિચાર્યું. ત્‍યાં અચાનક મનીષભાઈ રાયચુરાના પત્‍ની પુનમબેનને આરએમસીમાંથી ૧૧ કોલ ગયો કે મનીષભાઈ રાયચુરાનું અવસાન થઈ ગયું છે. પછી તોᅠ કરુણતા કેવી હતી એની વાત કરી શકાય પણ નથી અને બોલી શકાય પણ નથી. આમ કોરોનાની બીમારી એ આખા રાયચુરા પરિવારને વિખરી નાખ્‍યું. ઘરમાં ફક્‍ત માતા પુનમબેન રાયચુરા અને એમની દીકરી ક્રિના રાયચુરા રહ્યા. પુનમબેનએ એમના સાસુની અને પતિની છત્રછાયા ગુમાવી તો એમની દીકરી એ દાદીમાં અને પિતાની છત્ર છાયા ગુમાવી. આજ દિવસ સુધી હજી પણ દીકરીને ખબર નથી કે એમના પિતા આ દુનિયામાં નથી. એ દીકરી તો હજી એમ જ કહે છે કે મારે હોસ્‍પિટલથી તરત જ નીકળીને મારા પિતાને ગળે મળવું છે. આજે તારીખ ૧૫/૪/૨૦૨૧ ગુરુવારે પણ હજી દીકરીના સિવિલ હોસ્‍પિટલમાં બાળકોના કોરોના વિભાગમાં એડમિટ છે. એમની માતા પણ એની સાથે એની સારવાર માટે ત્‍યાં જ સિવિલ હોસ્‍પિટલમાં છે. હાલ ક્રિના રાયચુરાની તબિયત સારી છે.

મનિષભાઇ રાયચુરા

રાજકોટ : સ્‍વ. ભગવાનજી ગોરધનદાસ રાયચુરાના પૌત્ર અને રમેશભાઇ રાયચુરાના દીકરા તેમજ રિતેશભાઇ અને અર્ચનાબેન રાજેશકુમારના નાનાભાઇ તેમજ સુભાષભાઇ અંદરજીભાઇ ગોંધીયાના જમાઇ મનીષભાઇ રમેશભાઇ રાયચુરા (ઉ.વ.૩૭) નું તા. ૧૩ ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કૌશિકભાઇ રાયચુરા મો.૯૨૨૮૪ ૦૩૩૩૬, સુભાષભાઇ ગોંધિયા મો.૯૮૯૮૧ ૬૪૮૩૪ નો સંપર્ક કરી શકાશેર્.ી

મીનાબેન રાયચુરા

રાજકોટ : સ્‍વ. ભગવાનજી ગોરધનદાસ રાયચુરા કાપડવાળાના પુત્ર સ્‍વ. રમેશભાઇના ધર્મપત્‍નિ મીનાબેન રમેશભાઇ રાયચુરા તે રીતેશ, અર્ચના રાજેશકુમાર, મનીષભાઇ (મોનાર્ક) ના માતુશ્રી તા. ૧૨ ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. કૌશિકભાઇ મો.૯૨૨૮૪ ૦૩૩૩૬, હેતલભાઇ મો.૯૮૨૪૫ ૪૬૪૦૨ નો સંપર્ક થઇ શકશે.

(3:50 pm IST)