Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

પારડીમાં 'હિટ એન્ડ રન': લઘુશંકા માટે રસ્તો ઓળંગી રહેલા શંભુભાઇનું મોત

અકસ્માત સર્જી રિક્ષાચાલક ભાગી ગયોઃ વૃધ્ધનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૧૫: શાપર વેરાવળના પારડી ગામમાં શિતળા માતાજીના મંદિર નજીક રહેતાં દેવીપૂજક વૃધ્ધ શંભુભાઇ નરસિંહભાઇ સોલંકી (ઉ.વ.૬૫)નું રાત્રીના 'હિટ એન્ડ રન'ના બનાવમાં મોત થયું છે.

શંભુભાઇ રાતે સાડા દસેક વાગ્યે પોતાના ઝૂપડામાંથી સામેની સાઇડ લઘુશંકા જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે રિક્ષાનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પોલીસે રિક્ષાચાલકની શોધ હાથ ધરી છે.

(11:51 am IST)