Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કોરોના છે, આઘો સુઇ જા...બેરેકમાં કેદીએ ઠપકો દેતાં કેદીને માઠુ લાગતાં ફાંસો ખાધો

બુટની દોરીનો ઉપયોગ કર્યોઃ રાજકોટ જેલમાં બનાવઃ કાલાવડના ચોરીના ગુનાના આરોપી એઝાઝ શેખને સિવિલ હોસ્પિટલમાં ખસેડાર્યો

રાજકોટ તા. ૧૫: રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાલાવડના ચોરીના ગુનાના કાચા કેદી એઝાઝ કાદરભાઇ શેખ (ફકીર) (ઉ.વ.૨૬)એ બેરેકમાં બારી સાથે બુટની દોરી બાંધી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. એઝાઝ જામનગર એ-ડિવીઝન પોલીસના ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ પરમ દિવસે એઝાઝે જેલમાં ફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો. ત્યાં સારવાર અપાઇ હતી. દુઃખાવો થતાં ગઇકાલે સિવિલમાં ખસેડાયો હતો.

જેલની બેરેકમાં સાથે રખાયેલા અન્ય એક કેદીએ એઝાઝને હાલમાં કોરોના હોઇ પોતાનાથી થોડા દૂર સુવાનું કહેતાં અને ઠપકો આપતાં બંને વચ્ચે ચડભડ થતાં એઝાઝે આ પગલુ ભર્યુ હતું. તે હાલ સારવાર હેઠળ છે.

(12:59 pm IST)