Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ફોટોગ્રાફીનો કોર્ષ, ધોરણ ૧૧-૧ર તથા ગ્રેજયુએશન કરવા માટે સ્કોલરશીપ મેળવો

ધોરણ ૧ર પાસ વિદ્યાર્થીઓ, EWSમાં આવતા ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓ તથા સ્નાતક કક્ષાના પ્રથમ અને દ્વિતિય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ

રાજકોટ તા. ૧પ :.. જ્ઞાન, માહિતી, ટેકનોલોજી, હરીફાઇ તથા ઉચ્ચ શિક્ષણનું  મહત્વ ધરાવતા આજના જમાનામાં વિવિધ કક્ષાનું અને અલગ-અલગ કૌશલ્ય ધરાવતાં શિક્ષણની ભારે ડીમાન્ડ રહેવા પામી છે. જીંદગીમાં ઉપયોગી શિક્ષણ મળે તો ચોકકસપણે ફાયદો થાય. અને આવા ઉપયોગી શિક્ષણ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જો શિષ્યવૃતિ આપવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય. વિવિધ સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો...

* નિકોન સ્કોલરશીપ પ્રોગ્રામ ર૦ર૦ અંતર્ગત નિકોન ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ધોરણ ૧ર પાસ થયેલ અને ફોટોગ્રાફી કોર્ષનું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ  આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવવા માટે કે ચાલુ રાખવા માટે આર્થિક સહયોગ ઇચ્છે છે તેના માટે આ શિષ્યવૃતિ છે.

અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧ર પાસ થયેલ વિદ્યાર્થીઓ કે જેઓ ત્રણ મહિના કે તેથી વધુ સમય માટેના ફોટોગ્રાફી કોર્ષમાં ભણી રહ્યા છે અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ તારીખ ૩૦-૯-ર૦ર૦ સુધીમાં ઓનલાઇ અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયા સુધીનો આર્થિક સહયોગ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/nsp3

* સરદાર પટેલ સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટસ પર્સ્યુઇંગ ગ્રેજયુએશન ર૦ર૦ અંતર્ગત બડી ૪ સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રેજયુએશનના પ્રથમ તથા દ્વિતીય વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃતિનો હેતુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાની વંચિત ન રહે તેવો રહેલો છે.

અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય અને જેઓ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઇપણ સ્ટ્રીમમાં ગ્રેજયુએશનના પ્રથમ અથવા દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરે છે.

તેઓ આ શિષ્યવૃતિ માટે તારીખ ૩૦-૯-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૧પ હજાર રૂપિયાની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/sps1

* ઇડબલ્યુએસ સ્કોલરશીપ ફોર કલાસ ૧૦ પાસ સ્ટુડન્ટસ અંતર્ગત બડી ૪ સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહયોગ ઇચ્છતા (ઇડબલ્યુએસ) તથા ધોરણ ૧૦ પાસ કરનાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃતિ માટે આમંત્રીત કરાયા છે. આ શિષ્યવૃતિનો હેતુ ધોરણ ૧૧ તથા ૧ર ના ઇડબલ્યુએસમાં આવતા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ પુરૂ કરી શકે તે માટે આર્થિક સહયોગ આપવાનો છે.

અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧૧ અથવા ૧ર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ ધોરણ ૧૦ માં ઓછામાં ઓછા પ૦ ટકાા મેળવ્યા હોય અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ તારીખ ૩૦-૯-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓને ૧૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ews1

 સમાજમાં શિક્ષણનું મહત્વ સતત વધી રહ્યું છે ત્યારે ફોટોગ્રાફીનો કોર્ષ કરવા, ધોરણ ૧૧ તથા ૧ર માં અભ્યાસ કરવા અને ગ્રેજયુએશન કરવા હાલમાં ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે.

યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(2:59 pm IST)