Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રામપાર્કમાં મહિલા સંચાલીત જુગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૭ મહિલા પકડાઇ

મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૧પ : કોઠારિયા રોડ પર રામપાર્ક શેરી નં. ૪માં મહિલા સંચાલીત જુગારધામ પર ક્રાઇમબ્રાંચે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ રામપાર્ક શેરી નં.૪માં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના કોન્સ તોરલબેન જોષીને મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકા તથા તોરલબેન જોષી સહિતે રામપાર્ક શેરી નં.૪માં દરોડો પાડી મકાન માલીક પ્રકાશબા જયદેવસિંહ વાઘેલા, ભાવનગર રોડ, તીરૂમાલા સોસાયટી શેરી નં.૧ ના જ્યોત્સનાબેન ભુપતભાઇ કુંભારવાડીયા, રામપાર્ક શેરી નં.૧ના શીલ્પાબેન પ્રવિણભાઇ ડાંગર, ગોકુલ પાર્ક શેરી નં. રના હંસાબેન જગદીશભાઇ સીતાપરા, માધવપાર્ક શેરી નં. ર ના ભારતીબેન અતુલભાઇ રોકડ, મચ્છાનગરના અંજુબેન ભનુભાઇ પરમાર અને શીવમ સોસાયટી શેરી નં.પ ના ભાવનાબેન ભરતભાઇ મીયાત્રાને પકડી લઇ રૂ..૧૭,૯૪૦ ની રોકડ કબજે કરી હતી અને તમામ મહિલાઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

(3:01 pm IST)