Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના શરતી જામીન મંજુર

રાજકોટ,તા.૧૫ : રાજકોટની રાજપુત સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનાં ગુન્હામાં પકડયોલ ત્રણ આરોપીઓના જામીન સ્પેશ્યલ પોકસો દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા રજપુત પરીવારે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી કે તેમની ૧૮ વર્ષની પુત્રી તા. ૧૫/૦૮/૨૦૨૦ના બપોરના અરસામાં ટયુશન કલાસીસ જવા માટે સ્કૂલ બેગ લઈ ઘરેથી નીકળેલ ત્યારબાદ મોડે સધી પરત ન આવતા તેઓએ દિકરી બાબતે વિવિધ જગ્યાએ તેમજ ટયુશન કલાસીસમાં તપાસ કરતા જાણવા મળેલ કે તે દિવસે દિકરી ટયુશન કલાસીસમાં ગયેલ જ નથી જેથી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદના કામે તપાસ કરતા પોલીસે ગોંડલના ૪ છોકરાઓને પકડી પાડેલ અને ચારેય (૧) દિવ્યેશ દિલીપભાઈ મકવાણા (૨) ચેતન હરસુખભાઈ ગોહેલ (૩) પિયષ મનસુખગીરી મેઘનાથી તથા (૪) વિજય વસંતભાઈ કુકડીયા રહે. બધા ગોંડલવાળાઓ આરોપીઓની કડક હાથે પુછપરછ કરતા દિકરીનો કબ્જો મેળવી માતા-પિતાને સપરત કરેલ અને તપાસ દરમ્યાન પોલીસને એવુ પણ જાણવા મળેલ કે આરોપીઓ પૈકી દિવ્યેશ મકવાણાએ ગોંડલ પાસેના ફાર્મ હાઉસમાં ભોગ બનનાર બાળા સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હતા અને અન્ય આરોપીઓએ આ કૃત્ય કરવામાં તમામ પ્રકારની મદદ આરોપી દિવ્યેશને કરી હતી. જેથી પોલીસે તમામ આરોપીઓને પકડી અદાલતમાં રજૂ કરતા તેમને જેલહવાલે કરવામાં આવેલ હતા.

આરોપીઓને જેલહવાલે કરાતા આરોપી ચેતન હરસુખભાઈ ગોહેલ, પિયુષ મનસુખગીરી મેઘનાથી અને વિજય વસંતભાઈ કુકડીયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સ્પેશ્યલ પોકસો અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.

બંન્ને પક્ષકારોની દલીલોના અંતે સ્પેશ્યલ પોકસો અદાલતે ત્રણેય આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી આરોપીઓને ગુજરાત રાજયની હદ ન છોડવાની અને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતોને આધીન જામીન પર મુકત કરવા આદેશ કરેલ હતો. આ કામમાં જામીન મુકત થયેલ ત્રણેય આરોપીઓ વતી જાણીતા એડવોકેટ  તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિષ્ના ગોર, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:03 pm IST)