Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા આંખનો નિદાન કેમ્પ યોજાયોઃ ૧પ૦ દર્દીઓએ લાભ લીધો

રાજકોટઃ શહેરમાં રાજનીતિ કી પાઠશાલા દ્વારા નિઃશુલ્ક આંખના નિદાન કેમ્પનું દિયા આઇ હોસ્પિટલ એન્ડ લેસિક સેન્ટરના ડો. મનોજ યાદવ સહયોગથી કેમ્પ આવેલ હતો. રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઇ રાજપૂત અધ્યક્ષ સ્થાને કેમ્પ યોજાયો હતો તેમજ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયાના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું તેમજ ગુજરાત પ્રમુખ ડો. કિર્તિબેન અગ્રવાતની પ્રેરણાદાયી ઉપસ્થિત રહ્યા હતા. આ નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પમાં ૧પ૦ લોકોએ નિદાન કરાવ્યું હતું અને કેમ્પનો લાભ લીધો હતો તેમજ આ કેમ્પમાં આંખને લગતા તમામ રોગની આંખના નિષ્ણાંત ડોકટર મનોજ યાદવ દ્વારા આંખોના નંબરની તપાસ તેમજ મોતિયાની તપાસ, ઝામરની તપાસ, નાસુર, પડદા, ત્રાંસી આંખ, લો-વિઝન વગેરેની તપાસ નિઃશુલ્ક કરવામાં આવેલ છે. આંખના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ભાર્ગવ પઢિયાર (પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન), વિરલ ભટ્ટ (પ્રવકતા સૌરાષ્ટ્રઝોન), મૌલેશ મકવાણા (પ્રમુખ રાજકોટ શહેર), તેમજ સમગ્ર રાજનીતિ કી પાઠશાલાની ટીમના સભ્યો પ્રિન્સ બગડા, કૈલાશ સરીખડા, અમિત પરમાર, અક્ષય મકવાણા, મોહિત સોલંકી, નિશાંત પોરિયા, સંકેત રાઠોડ, નરેશ પરમાર, ભાવેશ પરમાર, સુરજ મકવાણા, સંદીપ સાગઠીયા, રાકેશ વાઘેલા સહિતના રાજનીતિ કી પાઠશાલાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ  તેવું યાદીના અંતમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યંુ છે.

(3:08 pm IST)