Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અબાળ-વૃધ્ધ સૌની સંભાળ લેતી સમરસ હોસ્ટેલની નવી કોવિડ હોસ્પિટલ કાર્યરત

નોડલ ઓફિસર ડો. પ્રકાશ પરમારે કહ્યું-કોરોનાથી સંક્રમિત બાળકોને રમકડા અપાય છે અને મોટી ઉમરના દર્દીઓને પિષેલો આહારઃ ડિસ્ચાર્જ થયે ઘરે મુકવાની વ્યવસ્થાઃ

રાજકોટ, તા. ૧પ : કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને ઉત્ત્।મોત્ત્।મ સારવાર મળી રહે અને ઝડપભેર સ્વસ્થ થાય, તે માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર અહર્નિશ સેવારત છે. આ માટે શહેરની સમરસ હોસ્ટેલ ખાતે શરૂ કરાયેલી હોસ્પિટલમાં અબાલ-વૃદ્ઘ સૌની સારવાર-કાળજી લેવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

પીડીયુ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને સમરસ હોસ્ટેલ ખાતે કાર્યકર હોસ્પિટલમાં નોડલ ઓફિસરની ફરજ બજાવતા ડો. પરમાર કહે છે કે, અહિંયા દાખલ કરવામાં આવતા દર્દીઓને સારી સારવાર મળવાની સાથે સમયસર પોષણયુકત આહાર અને નાસ્તો મળે તે માટે સતત દેખરેખ રાખવામા આવે છે.

શ્રી પરમાર ઉમેર્યુ કે, ખાસ કરીને મોટી ઉંમરના લોકો જેમને દાંત નથી તેમને પિસેલો ખોરાક આપવામાં આવે છે. ઉપરાંત જે નાના બાળકો છે, તેમને યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે રમકડા પણ આપવામાં આવે છે. સાથે જ સાફ-સફાઈના ઉચ્ચ માનાંક જળવાઈ રહે તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે

દર્દીને જયારે ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે તેમને રાજકોટ શહેર જિલ્લાના વિસ્તારમાં દ્યરે મૂકવા જવા સુધીની તમામ વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે. આમ, દર્દી હોસ્પિટલમાં દાખલ થયાથી સ્વસ્થ થયા સુધીની સર્વાંગી દરકાર લેવામા આવી રહી છે. તેમ તેમણે જણાવ્યુ હતું.

(3:36 pm IST)