Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

નરેન્દ્રભાઇનો જન્મદિન સેવાકાર્યોથી ઉજવાશે : તૈયારી અર્થે ભાજપ કાર્યાલયે બેઠક

રાસન કીટ વિતરણ, રકતદાન કેમ્પ, ફ્રુટ વિતરણ અને રામ મંદિરોમાં મહાઆરતી સહીત શ્રેણીબધ્ધ કાર્યક્રમો

રાજકોટ : આગામી તા.૧૭ ના દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હોય, પ્રદેશ ભાજપની યોજના મુજબ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો થકી કરાશે.  તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવ, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં અપેક્ષીત કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી. આ બેઠકનું  સંચાલન કિશોર રાઠોડ,  સાંધિક ગીત કાથડભાઈ ડાંગરએ કર્યુ હતું. આ તકે કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપતા ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગરીબો, વંચિતો, દલીત, આદીવાસી, પછાત વર્ગ અને કિસાનોના કલ્યાણ માટે સમર્પિત રહયા છે ત્યારે તેઓના જન્મદિવસની ઉજવણી ભાજપ ઘ્વારા વિવિધ સેવાકીય કાર્યો વડે કરી તેમના સ્વાસ્થ્ય અને દિર્ધાયુની મનોકામના કરવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે  મોદીજીને જનસેવકના રૂપે વહીવટી નેતૃત્વને ર૦ વર્ષ પૂર્ણ થતા હોય સુખદ સંજોગ બન્યો છે. ત્યારે તા.૧૭ સપ્ટે. થી તા. ૭ ઓકટો. કાર્યક્રમો ચાલશે. તા.૧૭ ના ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટગેલેરી ખાતે પ્રદર્શની ઉદ્દઘાટન તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ઘ્વારા સત્યસાંઈ હાર્ટ હોસ્પિ. ખાતે ૭૧ બાળકોના ઓપરેશનનો કાર્યક્રમ, દરરોજ બે વોર્ડમાં સફાઈ ઝુંબેશ પ્રારંભ, યુવા મોરચા ઘ્વારા વિધાનસભા–૬૮માં રકતદાન, કેમ્પ જેમાં ૭૧ બોટલ રકત એકત્ર કરવામાં આવશે તેમજ લઘુમતી મોરચા ઘ્વારા સીવીલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, કિસાન મોરચા ઘ્વારા એકરંગ સંસ્થામાં  ભોજન, અનુ. જાતી મોરચા ઘ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોને ભોજન, મહિલા મોરચા ઘ્વારા તમામ વોર્ડમાં મહિલાઓના પેપસ્મીયર ટેસ્ટ નો કાર્યક્રમ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે વિજયભાઈ રૂપાણીની  અઘ્યક્ષતામાં વિધાનસભા–૬૯ના કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક યોજવામાં આવશે. તેમજ  શહેર ભાજપ ઘ્વારા મલબાર ગ્રુપના સહયોગથી વોર્ડ નં.૧૧,૧ર,૧૮ માં  રાસન કીટ વિતરણ, બક્ષીપંચ મોરચા ઘ્વારા દિવ્યાંગ બહેનોની એકરંગ સંસ્થામાં નાસ્તો ત્યારબાદ સાંજે ૭ દરેક વોર્ડમાંે રામમંદિરમાં મહાઆરતી યોજવામાં આવશે. તા.૧૮ના  સાંજે પ વાગ્યે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે બૌઘ્ધિક સંમેલન યોજાશે. જેમાં જય વસાવડા વકતવ્ય આપશે. તેમજ શહેર ભાજપ ઘ્વારા  તમામ વોર્ડમા તા.૧૮ સપ્ટે. થી તા.૭ ઓકટો.  મેડીકલ કેમ્પ અને રકતદાન કેમ્પ યોજવામાં આવશે. તા.૧૭/૯ થી તા.૭/૧૦ જુદા–જુદા વિષયો પર લેખન–ચર્ચા–સંવાદ યોજવામાં આવશે, તેમજ તા.૧૭ સપ્ટે.ના સુરત ખાતેનો સાંઈરામ દવેનો કાર્યક્રમ આઈટી–સોશ્યલ મીડીયાની ટીમ ઘ્વારા વધુને વધુ લોકોને લીંક મોકલીને લોકોને જોડવામાં આવશે. અને તા.૧૭/૯ થી તા.૭/૧૦ દરમયાન કાર્યક્રમોનો આઈટી–સોશ્યલ મીડીયા ઘ્વારા પ્રચાર–પ્રસાર અને થયેલ કાર્યક્રમો  'નમો એપ'માં ડાઉનલોડ કરવા, પ્રંશસાપત્ર, ઈન્ફોગ્રાફીકસ કરવામાં આવશે. આ ઉપરાંત તા.રપ ના  સવારે ૯ કલાકે પં. દીનદયાળજી ઉપાઘ્યાયજી પ્રતિમાને   પુષ્પાંજલી કાર્યક્રમ અને સવારે ૧૦ તમામ બુથમાં પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ  તા.રપ સપ્ટે. અને  ર૬ સપ્ટે  દરેક વોર્ડમાંથી રપ૦૦ અને  દરેક મોરચામાંથી – પ૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. તા. ર૬ સપ્ટે. – મન કી બાત અને  તા. ર ઓકટો. – સવારે ૯:૩૦ વાગ્યે ગાંધી જયંતિ જયુબેલી ખાતે પુષ્પાંજલી, ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે સામુહિક ખાદી ખરીદી સહીતના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી. 

(4:11 pm IST)