Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મેટોડા પાસે 'હિટ એન્ડ રન': ટ્રકે એકટીવાને ઉલાળી દેતાં નર્સ પુત્રીનું મોતઃ પિતાને ઇજા

લોધીકાના ખિરસરાની સ્વીટી રાજકોટ હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પુરી થતાં પિતા સાથે ઘરે જતી'તી ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૬: મેટોડામાં હિટ એન્ડ રનની ઘટનામાં ખિરસરા રહેતી નર્સ યુવતિનું મોત નિપજ્યું છે. જ્યારે તેના પિતાને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતિને નાઇટ ડ્યુટી પુરી થઇ હોઇ પિતા એકટીવા લઇ તેને તેડવા આવ્યા હતાં. બંને ઘરે જતા હતાં ત્યારે ટ્રકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. જેમાં પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ખિરસરા રહેતી સ્વીટી સંજયભાઇ મહંતો (ઉ.વ.૧૯) રાજકોટમાં કેકેવી ચોક નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. તેની શુક્રવારે નાઇટ ડ્યુટી હોઇ આજે સવારે નોકરી પુરી થઇ હતી. પિતા સંજયભાઇ સિતારામ મહંતો (ઉ.વ.૫૫) દિકરીને તેડવા એકટીવા લઇને રાજકોટ આવ્યા હતાં. અહિથી બંને પિતા-પુત્રી ખિરસરા જતા હતાં ત્યારે સવારે અગિયારેક વાગ્યે મેટોડા જીઆઇડીસી જોગમાયા હોટેલ પાસે ટ્રકનો ચાલક એકટીવાને ઠોકરે લઇ ભાગી ગયો હતો.

અકસ્માતમાં નર્સ સ્વીટીનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતા સંજયભાઇને રાજકોટ ખસેડાયા છે. તે મુળ બિહારના વતની છે, વર્ષોથી અહિ સ્થાયી થયા છે. સ્વીટી બે બહેન અને એક ભાઇમાં નાની તથા પરિવાર માટે આધારસ્તંભ હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. લોધીકા પોલીસને જાણ થતાં હેડકોન્સ. ગિરીશભાઇ મકવાણા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

(2:57 pm IST)
  • સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાં ને ઝટકો : જોહર યુનિવર્સીટીની 70 હેકટર જમીન યુ.પી.સરકારના નામે થઇ જશે : એસ.પી.પાર્ટીના રાજમાં સેંકડો વીઘા જમીન જોહર ટ્રસ્ટને પાણીના ભાવે અપાઈ હતી : એ.ડી.એમ.કોર્ટનો ચુકાદો access_time 8:14 pm IST

  • વારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST