Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

UPI સિસ્ટમ્સનો ઉપયોગ અને સાવચેતીઓ

જયારે પેમેન્ટ મેળવવાનું હોય ત્યારે કોઈપણ જાતના QR કોડ સ્કેન ન કરવા

કોઈ લિંક મોકલે તો ઓપન ન કરવી, નાણા મોકલવાના હોય તો મોબાઈલ નંબર અને નામ ચકાસીને જ સેન્ડ બટન દબાવવું

UPI એટલે 'યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ', એવી સુવિધા કે જેનાથી બે બેન્ક અથવા ફાઇનાન્સિયલ એપ્લિકેશન સાથેનું એવું જોડાણ જે પેમેન્ટ ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરે  છે. યુપીઆઈ ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિકસાવેલ, વ્યવસ્થા છે. આ સુવિધા પેટીએમ, ફોનપે, ભીમ, ગુગલપે તથાં વોટ્સએપ જેવી તમામ એપમાં મળે છે. બેન્ક ખાતા હોઈ કે ઈ-વોલેટ દરેક જગ્યા એ થતા ફ્રોડ ને ધ્યાનમાં રાખી KYCલેવામાં આવ્યા ત્યારે ઉપયોગ ઘટયો ખરો, પહેલા હાર્ડકોપીમાં ફોર્મ ભરી  NEFT થતા ત્યાર બાદ ડિજિટલાઇઝેશન વધતા લોકો નેટ બેન્કિંગ તરફ અને બેન્કની ઓફિસિયલ એપ્લિકેશનો તરફ વળ્યાં ત્યાર બાદ ઈ- વોલેટ ના ઉપયોગ માં વધારો થયો અને હવે તો સામે વાળી વ્યકિતનો મોબાઈલ નંબર નાખવાની પણ રાહ જોવી પડતી નથી. માત્ર એક સેકન્ડમાં QRકોડ સ્કેન કરી તે જ મિનિટે તેના ખાતામાં પેમેન્ટ જમા થઇ જાય છે.

QR કોડ આવ્યા પછી ફ્રોડ વધ્યા હતા ઉદાહરણ જોઈએ તો જે ચીટર ગેંગ સામે વાળી વ્યકિતને ફોન કરી એવું જણાવે કે મારે આપને જે પેમેન્ટ મોકલવું છે તેના માટે  QR મોકલું છું તે સ્કેન કરો એટલે આપના ખાતા માં રકમ આવી જશે. સામે વાઈ. વ્યકિતને જો એવો ખ્યાલ નહિ હોઈ કે પેમેન્ટ મેળવવા માટે કોઈ QR સ્કેન કરવા નથી પડતા તો ઉલ્ટાનું સામે ચીટર ના બેન્ક ખાતા કે વોલેટમાં પેમેન્ટ જતું રહેશે કારણ કે આ ટ્રાન્સેકશન્સમાં OTP જરૂરી નથી. આ ટેક્નિકને હેકિંગ નહિ પરંતુ સોશીયલ એન્જીનીયરીંગ અથવા વોઇસ ફિશિંગ કહી શકાય.

છેલ્લા પાંચ વર્ષના અંદાજિત આંકડા જોઈએ તો, વેસ્ટ બંગાળ ૮૪૭ ,રાજસ્થાન ૯૨૦, મધ્યપ્રદેશ ૧૦૯૩, ઉત્તરપ્રદેશ ૩૮૬૮, કેરળ ૯૫૮, કર્ણાટક ૮૮૮, આન્ધ્ર પ્રદેશ ૧૫૭૭, મહારાષ્ટ્ર ૩૦૮૮, સાઇબર ક્રિમિનલ્સ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જેમાં બંગાળ ૧૪૬૧, રાજસ્થાન ૨૨૪૩, મધ્યપ્રદેશ ૧૧૬૨, ઉત્તરપ્રદેશ ૪૯૯૦, કેરળ ૧૬૮૦, કર્ણાટક ૩૫૯૭, આન્ધ્ર પ્રદેશ ૨૨૯૫, મહારાષ્ટ્ર ૫૯૩૫ સાઇબર ક્રાઇમના કેસો રજીસ્ટર થયા, આખા ભારત માં અંદાજિત વાર્ષિક ૩,૦૦,૦૦૦ મિનિમમ કેસો રજીસ્ટર્ડ થાય છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિઆ ના ડેટા સાયન્ટિસ્ટ વિકાસ સિંધના જણાવ્યા મુજબ અંદાજિત દરરોજ ૧ મિલિયન થી વધુના યુપીઆઈ ટ્રાન્સેકશન્સ હોઈ છે. જેમાં ૪૦ મિલિયન દીઠ ૨.૫ ટકા જેટલા ફ્રોડ ટ્રાન્સેકશન્સ બેન્ક થવા પોલીસ પાસે મિનિમમ ફ્રોડ રિપોર્ટ થાય છે. ફ્રોડ થયા બાદ ગ્રાહક પોતાની કંમ્પ્લેઇન ૨૪ કલાકમાં કરે તો વહેલી તપાસ થઇ શકે છે અન્યથા સાત દિવસ માં પણ પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઇમ અંતર્ગત કરી શકાય છે જેના માટે બેન્ક સ્ટેટમેન્ટર, આઈડી પ્રૂફ લેખિત ફરિયાદ નોંધાવી શકે છે.

સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર ગોપાલ વિઠલાણીના જણાવ્યા પ્રમાણે યુપીઆઈ સંપૂર્ણપણે સુરક્ષિત કહી શકાય કારણ કે જો કોઈને યુપીઆઈ આઈડી મળી પણ જાય તો તેના આધારે બેન્ક ખાતા નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર જેવી કોન્ફીડેન્સીયલ માહિતીઓ મળતી નથી પરંતુ અહીં માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે જયારે પેમેન્ટ મેળવવાનું હોઈ તો કોઈ પણ જાતના QR કોડ સ્કેન ન કરવા અને આવા બહાને કોઈ લિંક મોકલે તો ઓપન ન કરવી, જો કોઈને નાણાં મોકલવાના હોઈ તો મોબાઈલ નંબર અને નામ ચકાસીને જ સેન્ડ બટન દબાવવું.

આલેખનઃ

ગોપાલ વિઠલાણી,

(સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટીગેટર, મો.+૯૧ ૮૧૪૦૯ ૫૬૭૮૯, રાજકોટ)

(3:00 pm IST)