Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કાલે પાટીલની અધ્યક્ષતામાં વિવાહ પાર્ટી પ્લોટમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન

રાજકોટ,તા.૧૬: આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભા-૬૮ બેઠકના કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન અત્રે વિવાહ પાર્ટી પ્લોટ, ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતે સાંજે ૫ કલાકે મળશે.

કાર્યકર્તા સંમેલનમાં આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપશે. ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરના પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને મળનાર આ કાર્યકર્તા સંમેલનની તડામાર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.

કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, વિવિધ સેલ, વિવિધ મોરચાના હોદ્દેદારો, વિધાનસભા-૬૮ બેઠક અંતર્ગત ભાજપના વોર્ડ નં.૩,૪,૫,૬,૧૫,૧૬ના વોર્ડપ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ, ચૂંટણી ઈન્ચાજો, સોશ્યલ મીડિયા- આઈ.ટી.સેલના સભ્યો સાથે વિશાળ સંખ્યામાં અપેક્ષીત કાર્યકર્તા ભાઈ- બહેનો ઉપસ્થિત રહેશે.

(4:08 pm IST)