Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

કપાયેલા પતંગ મામલે હત્‍યાનો પ્રયાસઃ ગોંડલ રોડ મામલતદાર કચેરી ચોકમાં રવિ ઝરીયાને રવિ અને નઇમે છરીના ઘા ઝીંક્‍યા

 રાજકોટઃ સંક્રાંતીને દિવસે ગોંડલ રોડ મામલતદાર કચેરી પાસેના ચોકમાં કપાયેલા પંતગ બાબતે ઝઘડો થતાં હત્‍યાની કોશિષનો બનાવ બન્‍યો હતો. માલવીયાનગર પોલીસે આ બનાવમાં ગોંડલ રોડ રામનગર મેઇન રોડ સદ્દગુરૂ પ્રોવિઝન સ્‍ટોર સામે લોધેશ્વર સોસાયટી-૫માં રહેતાં રવિ નવલસિંહ ઝરીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી રવિ અને નઇમ નામના શખ્‍સો સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો છે. રવિ સંક્રાંતની સાંજે સાતેક વાગ્‍યે કપાયેલો પતંગ લઇને જતો હતો ત્‍યારે રવિ અને નઇમે આ પતંગ મામલે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરી પેટમાં ડાબી સાઇડમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પીઆઇ આઇ. એન. સાવલીયા, શૈલેષભાઇ નેચડા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)