Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

રૈયાધારમાં છોકરીને ભગાડી જનાર યુવાનના નાના ભાઇ અજય મારૂ પર બચુ બામ્‍બા સહિતનો પાઇપથી હુમલોઃ પગ ભાંગી નાંખ્‍યો

રાજકોટઃ સંક્રાંતની સાંજે રૈયાધાર પાણીના ટાંકા પાસે ધબધબાટી બોલી હતી. રૈયાધાર ઠાકર મંદિર પાછળ રહેતાં અજય રત્‍નાભાઇ મારૂ (ઉ.૨૨) નામના રિક્ષાચાલકને પાણીના ટાંકા પાસે હતો ત્‍યારે બ્‍લુ રંગની સ્‍વીફટ કારમાં આવેલા બચુ બામ્‍બા, મોલા બામ્‍બા, રાજુ બામ્‍બા અને મયુર બામ્‍બાએ અજયના બાઇકને કારથી આંતરી તારો ભાઇ કેમ અમારા ઘરની દિકરીને ભગાડીને લઇ ગયો છે? તેમ કહી ગાળો દઇ પાઇપથી ફટકારી પગ ભાંગી નાાંખ્‍યો હતો. માણસો ભેગા થઇ જતાં ચારેય કારમાં ભાગી ગયા હતાં. યુનિવર્સિટી પીએસઆઇ વી. એન. બોદરે કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)