Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

૧૫૦ ફૂટ રીંગરોડ પર લિજ્જત પાપડ પાછળની શેરીમાં એલસીબી ઝોન-૨ ટીમનો દરોડો: ધોડીપાસા રમતા ૧૬ પકડાયા ડીસીપી સુધીરકુમાર દેસાઈની ટીમના હરપાલસિંહ જાડેજા તથા જેન્તીગીરી ગોસ્વામી તથા ધર્મરાજસિંહ ઝાલાની બાતમી

 રાજકોટ: શહેરના ૧૫૦ ફુટ રિંગ રોડ પર લિજ્જત પાપડ પાછળ બંધ શેરીમાં એલસીબી ઝોન 2 ટીમે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા 16 શખ્સોને પકડી લીધા છે. 

પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સૌરભ તોલંબીયા તથા ડીસીપી ઝોન-૨શ્રી સુધિરકુમાર દેસાઇએ મકરસંક્રાતીના પર્વ નિમિતે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવા તથા દારૂ જુગારના કેસ શોધી કાઢવા અંગે સુચના આપી હોઇ જેથી એલ.સી.બી. ઝોન-૨નો સ્ટાફ સાથે વિસ્તારમા પેટ્રોલીંમાં હતો ત્યારે પો.હેડ.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી તથા પો.કોન્સ. ધર્મરાજસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ લિજ્જત પાપડની પાછળની બંધ શેરીમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા ૧૬ શખ્સોને પકડી જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરીછે.

પોલીસે જેની ધરપકડ કરી તેના નામ આ મુજબ છે. (૧) શિવશંકર રામજતન સહાની જાતે માછીમાર ઉ.વ. રર ધંધો-મજુરી કામ રહે- હાલ મારવાડી સોસાયટી રૈયા રોડ રાજકોટ મુળ વતન:- હરીહરપુર ગામ તા.મવલી થાના જી.ખલીલાબાદ રાજ્ય- ઉતર પ્રદેશ (ર) આકાશ લાલજીભાઇ સોનખર ઉ.વ.૨૬ ધંધો-કલરકામ રહે- રૈયા ચોકડી કનૈયા યોક મસ્જીદની સામે ઓરડીમાં રાજકોટ મુળ રહે- હરીહર પુર વોર્ડ નં.૧ સવાપર ગામ આંબેડકરનગર સંતકબીર નગર ઉત્તરપ્રદેશ (૩) કમલેશ રામ પ્યારે સોનખર ઉ.વ.ર૧ ધંધો-કલરકામ રહે- રૈયા ચોકડી કનૈયા ચોક મસ્જીદની પાસે ઓરડીમાં રાજકોટ મુળ રહે- હરીહરપુર વોડ નં.૧ આંબેડકર નગર સંતકબીર નગર ઉત્તરપ્રદેશ (૪) પિન્ટુ રામફેર સોનખર ઉ.વ.૩૦ ધંધો-કલરકામ રહે- રૈયા ચોકડી કનૈયા ચોક પાસે મસ્જીદની બાજુમાં રાજકોટ મુળ રહે- મોસન રોડ રાજા મેદાન ગોરખપુર ઉતરપ્રદેશ (૫) અશોક ભગવાનદાસ સહાની ઉ.વ.૪૦ ધંધો-કલરકામ રહે- શાસ્ત્રીનગર શેરી નં.૩ રામાપીર ચોકડી ચંદુભાઇ આહિરની ઓરડીમા રાજકોટ મુળ રહે- હરીહરપુર વોર્ડ નં.૩ રાજેન્દ્રનગર સંત કબીર નગર ઉત્તરપ્રદેશ (૬) ઇન્દર રામબ્રીજ સહાની ઉ.વ.૨૬ ધંધો- કલરકામ રહે- હનુમાન મઢી શિવપરા શેરી નં.૧ ભાડેથી રાજકોટ મુળ રહે- નવાસે ગામ થાના બખીરા પડી જી. ગોરખપુર ઉતરપ્રદેશ (૭) રાકેશ બસંતભાઇ નિશાદ જાતે- સહાની ઉ.વ.૩૨ ધંધો-કલરકામ રહે- માધાપર ગામ નંદનવનની પાછળ, મફતીયા પરા રાજકોટ મુળ રહે- હરીહર પુર ઘનઘટ્ટા સંતકબીરનગર ઉત્તર પ્રદેશ (૮) અમન ગંગારામ સહાની ઉ.વ.૨૩ ધંધો-મિસ્ત્રીકામ રહે- હનુમાન મઢી શિવપરા શેરી નં. ૧ રાજકોટ મુળ રહે- વોર્ડ નં ૧૦ રાજીવનગર હરીહર પુર સંત કબીરનગર ઉત્તરપ્રદેશ (૯) મહેન્દ્ર રામકિપાલ સહાની ઉ.વ. ૩ર ધંધો- કલરકામ રહે- સોમનાથ સોસાયટી શેરીન, ૯/૧૦ કોર્નર બ્લોક નં.૩૦૧ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મૂળ રહે- નગર પંચાયત હરીહર પુર વોર્ડ નં.૧૦ સંતકબીર નગર ગોરખપુર ઉત્તરપ્રદેશ (૧૦) મહેન્દ્ર તીલુકી સહાની ઉ.વ.૩૪ ધંધો-કલરકામ રહે- રૈયા ચોકડી કનૈયા ચોક મસ્જીદની પાસે ઓરડીમા રાજકોટ મુળ રહે- ત્રિલોકી વોર્ડ નં.૧૦ રાજીવનગર હરીહરપુર સંતકબીરનગર ઉત્તરપ્રદેશ (૧૧) મુકેશ જવાહરલાલ સહાની ઉ.વ.૨૩ ધંધો-મિસ્ત્રીકામ રહે- રામાપીર ચોકડી યશ કોમ્પલેક્ષની સામેની શેરીમાં રજકોટ મુળ રહે- રાજીનગર વોર્ડ નં.૧૦ હરીહર પુર સંતકબીર નગર ઉતરપ્રદેશ (૧૨) શિવાજી વિશ્રામ રામ કુમાર ઉ.વ. ૨૭ ધંધો-સેન્ટીંગ કામ રહે- રામાપીર ચોકડી શાસ્ત્રીનગર શેરી નં.૫ ઓરડીમાં રાજકોટ મુળ રહે. યુસુફ પુર થાના-સાદીયાબાદ જી.ગાજીપુર ઉત્તરપ્રદેશ (૧૩) જયસિંહ રામ કૃપાલ સહાની ઉ.વ.૨૩ ધંધો-ફર્નીયર કામ રહે- સોમનાથ સોસાયટી નાણાવટી ચોક પાસે રાજકોટ મુળ રહે- વોર્ડ નં.૦૩ રાજેન્દ્રનગર હરીહર પુર સંત કબીર નગર ઉત્તરપ્રદેશ (૧૪) સચીન પ્રકાશ સહાની ઉ.વ.૨૦ ધંધો-કાર પેન્ટર રહે- હનુમાન મઢી શિવપરા ઓરડીમાં ભાડેથી રાજકોટ મુળ રહે- વોર્ડ નં.ર રાજેન્દ્રનગર હરીહર પુર ઉત્તરપ્રદેશ (૧૫) રમેશ આમઅચલ સહાની ઉ.વ.૩૯ ધંધો-કલરકામ રહે- મોચીનગર શેરી નં.૬ શિતલ પાર્ક રાજકોટ મુળ રહે- સેલરા ગામ થાના લાલગંજ જીલો બસ્તી ઉતરપ્રદેશ (૧૬) રામકેશ રાજદેવ સહાની ઉ.વ.૫૩ ધંધો-કલરકામ રહે- ગાંધીગ્રામ શેરી નં.૩ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ રહે- હરીહર પુર વોર્ડ નં.૩ રાજેન્દ્રનગર સંતકબીર નગર ઉતરપ્રદેશની ધરપકડ કરી છે.

પોલીસે ધોડી પાસા નંગ-૦૨, રોકડ રકમ રૂપીયા ૪૬,૧૦૦ કબ્જે કર્યા છે. આ કામગીરી પો.હેડ.કોન્સ. હરપાલસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, રાહુલભાઇ ગોહેલ, પો. કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, અમિનભાઇ ભલુર, ધર્મરાજસિંહ ઝાલા, જયપાલસિંહ સરવૈયા તથા મનિષભાઇ સોઢીયાએ કરી હતી.

(7:21 pm IST)