Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

રાજકોટની શ્વેતા માઢક ૨૬મી જાન્‍યુએ વડાપ્રધાનની રેલીમાં ભાગ લેશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: રાજકોટની શ્વેતા જસ્‍મીનભાઇ માઢક આગામી ૨૬મી જાન્‍યુઆરીના રોજ એનસીસીમાંથી દાંડીથી દિલ્‍હી બાઇક રાઇડર રેલીમાં પસંદગી પામેલ છે.

શ્વેતા માઢક રાજકોટની કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરેલ છે. તે ૨૬ મી જાન્‍યુઆરીના રોજ વડાપ્રધાનની રેલીમાં ભાગ લેનાર છે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું તેમજ રાજકોટનું ગૌરવ આ દિકરીએ વધારતા તેમને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

(4:41 pm IST)