Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

હીરામણિ ઉચ્ચ માધ્યમિક શાળામાં યુવા દિનની ઉજવણી

રાજકોટ : અમદાવાદની હીરામણી હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે 'યુવા દિવસ' પર વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામી વિવેકાનંદના જીવનના ૧૦ બોધ પાઠ અને સમાજ સુધારક તરીકે તેમનો ફાળો. ઓ બે વિષય પર ધો. ૮,૯, અને ૧૧ના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જીવન કેટલુ જીવો છો તેના કરતા કેવું જીવો છો આ વિચારને ચરિત્રાર્થ કરતા સિધ્ધાંતો વિશે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. સંસ્થાના પ્રમુખશ્રી નરહરિ અમીન અને મેનેજીંગ ટ્રસ્ટી ડો.વરૃણ અમીને સુંદર વિચારો અને ચિત્ર બનાવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમ સી.ઇ.ઓ. ભગવત અમીન જણાવે છે.

(4:18 pm IST)