Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

આઇસીઇ દ્વારા સફળ ઉમેદવારોનું સન્માન

 સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઇન્સ્ટીટયુટ ફોર કોમ્પેટીટીવ એકઝામ્સ દ્વારા પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે માર્ગદર્શન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં તાજેતરની પોલીસ ભરતીમાં પીએસઆઇ, એએસઆઇ તેમજ જીપીએસી અને વર્ગ -૩ ની ભરતીમાં સફળ બનેલા ઉમેદવારોને સન્માનીત કરાયા હતા. મેયર ડો. પ્રદીપ ડવ, ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલના હસ્તે સન્માનપત્રો એનાયત કરાયા હતા. ફ્રી સેમીનારમાં ૯૦૦ થી વધુ વિદ્યાર્થી મિત્રોએ લાભ લીધો હતો. આઇસીઇ ના ડીરેકટર મૌલિકભાઇએ આગામી ભરતી અંગે માર્ગદર્શન પુરૃ પાડેલ.

(3:38 pm IST)