Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

એઇમ્‍સની સાઇટ પર એમપીના સાળા-બનેવીને ઠેકેદારે ફટકાર્યા

પૈસાની લેતીદેતી મામલે ડખ્‍ખોઃ રાજકોટ સારવાર લીધી

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર આવેલી એઇમ્‍સ હોસ્‍પિટલની બાંધકામની સાઇટ પર મજૂરી કરતાં અને ત્‍યાં જ રહેતાં મુળ મધ્‍યપ્રદેશના જગી મોહનભાઇ અદેરપાલ (ઉ.૪૦) અને તેના સાળા દિપક શીબુભાઇ અદેરપાલ (ઉ.૨૨)ને સાંજે આઠેક વાગ્‍યે એઇમ્‍સની સાઇટ પર હતાં ત્‍યારે ઠેકેદાર વિજય, પપ્‍પુ, સુરેન્‍દ્ર સહિતે મારામારી કરી સળીયાથી ફટકારતાં એઇમ્‍સમાં સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.

જગીના કહેવા મુજબ પોતે અને સાળો દિપક બાંધકામની મજૂરી કરે છે. અગાઉ ઠેકેદાર સાથે પૈસા મામલે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી રવિવારે રાતે બંનેને મારકુટ કરવામાં આવી હતી. રાજકોટ સારવાર બાદ રાતે રજા લીધી હતી.

(3:47 pm IST)