Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

દિવ્યાંગ પતંગોત્સવ યોજાયો

રાજકોટઃ પ્રયાસ પેરેન્ટ્સ અસોસિએશન સંસ્થા મનોદિવ્યાંગ બાળકો સાથે કાર્ય કરે છે. સંસ્થામાં કુલ ૨૧૦ કરતાં વધુ બાળકો તાલીમ લઇ રહ્યા છે. મનોદિવ્યાંગ બાળકો પણ સમાજનો એક ભાગ છે તેમણે પણ તહેવારની ઉજવણી ગમતી હોય છે. મનોદિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર સાથે રહીને દિવ્યાંગ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં દિવ્યાંગો તથા તેમના વાલીઓ જોડાયા હતા. બાળકોને પતંગ, દોરી, ચીકી, નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન અંગે પુજાબેન પટેલ તથા ભાસ્કરભાઇ પટેલ દ્વારા કાર્યવાહી  કરાઇ હતી.

(3:47 pm IST)