Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સગીરાના અપહરણ-દુષ્‍કર્મના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૬: સગીરાને ભગાડી જઇ દુષ્‍કર્મ ગુજારવાના ગુન્‍હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૭-૧ર-રર ના રોજ કોઠારીયા સોલવંટ ખોડીયારપરા વિસ્‍તારમાંથી ૧પ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્‍કર્મ ગુજારવાના ગુન્‍હામાં પોલીસે આરોપી ગૌતમ ઉર્ફે કિશન સંજયભાઇ દામાણી રહે. નવાગામ રામેશ્‍વર પાર્ક બાગની ધરપકડ કરી જેલ હવાલે કરેલ આરોપીએ જેલમાંથી છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે અને આવા ગુન્‍હાઓ રોજ-બરોજ વધતા જાય છે. તેથી આવા ગુન્‍હાના આરોપીને જામીન આપવા જોઇએ નહીં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા. 

(3:52 pm IST)