Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાક વિમાની નુકશાનીની વળતરની ફરિયાદ રદ

રાજકોટ તા.૧૬: પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના સ્‍કીમ નીચે પાક વિમાની નુકશાનીની રકમ મેળવવા અંગેની શાંતીભાઇ જાદવ અને અન્‍ય ૬ લોકોએ કરેલ ફરીયાદ રદ કરવાનો અમરેલી જીલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન, વિમા કંપનીની તરફેણમાં ચુકાદો આપેલ હતો.

અમરેલી ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ શાંતીભાઇ જાદવ અને અન્‍ય ૬ લોકોએ ૨૦૧૮-૧૯મા મગફળીના પાકનું લાઠી તાલુકા, જી.અમરેલીમાં તેઓએ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા મારફત પાકનું ધિરાણ લીધેલ અને સદરહું બેન્‍કોએ ફરીયાદીના ખાતામાંથી પાકવિમાનું પ્રીમીયમ કાપી લીધેલ હતું ધિરાણ લીધેલ અને સદરહુ બેન્‍કોએ ફરિયાદીના ખાતામાંથી પાક વિમાનું પ્રીમીયમ કાપી લીધેલ હતું. ફરીયાદીઓના પાકને ૨૦૧૮-૧૯મા અમરેલી જીલ્‍લામા અતિ વરસાદ આવતા મગફળી અને અન્‍ય પાક નિષ્‍ફળ ગયેલ, અને લાખો રૂપિયાનું નુકશાન ગયેલ હતું. આથી કુલ-૭ ખેડુતોએ ગ્રાહક તકરાર નિવારણ કમીશન, અમરેલી મારફત નુકશાનીની લાખો રૂપિયાની વ્‍યાજ અને ખર્ચ સહિત મેળવવા માટે ફરિયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીની રજુઆત કે બેન્‍કે ૪૦% લેખે નુકશાની ચુકવેલ છે. જયારે તેઓ ૪૬% લેખે પાક વિમાની નુકશાનીની રકમ મેળવવા હકકદાર છે. તે અંગે તેઓએ કોઇ સરકારી આંકડા કે એગ્રીકલ્‍ચર કમીટીએ જાહેર કરેલા પાક વિમાની નુકશાનીના આંકડાઓ આ કમીશન સમક્ષ રજુ કરેલ નથી. વિમા કંપનીના વકીલશ્રી પી.આર.દેસાઇએ ગુજરાત સ્‍ટેટ કમીશનના શ્રી ભરતસિંહ ઝાલા વિ.એસ.બી.આઇ.જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીનો ચુકાદો રજુ કરેલ છે જેમા પણ સ્‍ટેટ કમીશને ખેડુતોની ફરિયાદ રદ કરતો હુકમ કરેલ છે.

આથી વિમા કંપનીના સીની.એડવોકેટ શ્રી પી.આર.દેસાઇની દલીલો ધ્‍યાનમાં લઇ ફરિયાદીઓની ફરીયાદ રદ કરેલ છે. આ કામમાં વિમા કંપની વતી શ્રી પી.આર.દેસાઇ રોકાયેલ હતા. અને તેઓની મદદમાં શ્રી સુનીલભાઇ વાઢેર, શ્રી કિરીટભાઇ વોરા અને શ્રી સંજય નાયક રોકાયેલ હતા.

(4:00 pm IST)