Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સૂર્યા યુવા ગ્રુપ આયોજીત રકતદાન કેમ્‍પમાં ૧૨૧ યુનિટ બ્‍લડ એકત્ર

રાજકોટઃ ભુપગઢ ગામ તથા શ્રી સુર્યા યુવા ગ્રુપ દ્વારા આયોજીત મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં રકતદાતાઓએ ૧૨૧ બ્‍લડ ડોનેટ કર્યું હતું. લાઈફ સંસ્‍થાનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. આ કેમ્‍પને સફળ બનાવવા લાઈફ સંસ્‍થા ડો.કિરીટ ભટ્ટ, ડો.સુલેમાન, ડો.દયાબેન તથા તમામ સ્‍ટાફ અને રઘુવીરસિંહ બળવંતભાઈ વાઢેર, વિવેકસિંહ બાલુભાઈ સિંધવ, પરેશસિંહ રવજીભાઈ ગોહેલ, જયેશસિંહ વાઢેર, વિક્રમસિંહ ભુપતભાઈ ચાવડા, મહેન્‍દ્રસિંહ બાલુભાઈ સિંધવ, નરેશસિંહ ગોહેલ, ઘનશ્‍યામસિંહ ચાવડા, લાલભા વાઢેર, જયદીપસિંહ ડોડીયા, વનરાજસિંહ ડોડીયા, સહદેવસિંહ ખેર, અલ્‍પેશસિંહ ડોડીયા, જયદેવસિંહ ગોહેલ, હિતેષસિંહ વાઢરે વિગેરેએ જહેમત ઉઠાવી હતી

(4:03 pm IST)