Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પ્રદ્યુમન પાર્ક ઝુમાં બે દિ'માં ૨૨ હજાર શહેરીજનોએ મુલાકાત લીધી

મનપાને સંક્રાત ફળી : મકરસંક્રાંતિ તથા રવિવારની જાહેર રજામાં પ્રાણી સંગ્રહાલયમાં ભારે ભીડ : તંત્રને ૫.૪૦ લાખની આવક

રાજકોટ તા. ૧૬ : શહેરની ભાગોળે લાલપરી પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં મકરસંક્રાંતી તથા રવિવાર એમ બે દિવસ જાહેર રજા હોય બહોળી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓએ મુલાકાત લેતા મહાનગરપાલિકાને રૂા. ૫,૪૦,૩૧૦ની આવક થયેલ છે. મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેનએ જણાવ્‍યું હતું કે, જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્‍ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને મકરસંક્રાતીના દિવસે મુલાકાતીઓની વિશષ ભીડ રહી હતી. મકરસંક્રાતી તથા રવીવારએમ ૦૨ દિવસ જાહેરરજા હોય બહોળી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા.૧૪ જાન્‍યુઆરી તથા તા.૧૫ જાન્‍યુ. એમ બે જ દિવસમાં કુલ ૨૧,૯૧૪ સહેલાણીઓ પધારતા મહાનગરપાલિકાને રૂા.૫,૪૦,૩૧૦-ની આવક થયેલ છે.

ઝૂ ખાતે સાત માસ પહેલા જન્‍મ થયેલ ૦૨ સફેદવાઘ બાળ તેની માતા સાથે ખેલતા કુદતા જોઇ મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થયા હતા. હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૦ પ્રજાતિઓનાં કુલ-૫૨૧ વન્‍યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.(

(4:09 pm IST)