Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

દોઢસો ફૂટ રોડ બાંસુરી પેલેસમાં વેપારી અમીતભાઇ રોકડના બંધ મકાનમાં ૧.૫૦ લાખની ચોરી

પરિવારજનો બહારગામ ગયા'તા અને પોતે ઘર પાસે રહેતા મોટાબાપુના ઘરે રોકાયા હતા : સીસીટીવી કેમેરામાં એક શખ્‍સ દેખાયો

રાજકોટ તા. ૧૬ : દોઢસો ફૂટ રીંગ રોડ પર આસ્‍થા રેસીડેન્‍સીની પાછળ ગુંજન ટાઉનશીપની સામે બાંસુરી પેલેસમાં રહેતા વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કર રૂા. ૧,૫૦,૦૦૦ની કિંમતના દાગીના ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર આસ્‍થા રેસીડેન્‍સીની પાછળ આવેલ ગુંજન ટાઉનશીપની સામે બાંસુરી પેલેસ એ-૨૪માં રહેતા અમીતભાઇ અશોકભાઇ રોકડ (ઉ.૩૦)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ઘર પાસે દૂધની ડેરી ચલાવે છે. પાંચ દિવસ પહેલા પોતાના પિતા સહિતના પરિવારજનો જામકંડોરણા નજીક ગયા હતા અને પોતાને ડેરી વહેલી સવારે ખોલવાની હોઇ, તેથી પોતે ઘર પાસે રહેતા મોટાબાપુના ઘરે રોકાયા હતા. દરમિયાન તસ્‍કરોએ બંધ મકાનના બાથરૂમની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રાખેલા કબામાંથી રૂા. ૧,૫૦,૦૦૦ની કિંમતના દાગીના ચોરી કરી નાશી ગયો હતો. બીજા દિવસે પોતે ઘરે ગયા ત્‍યારે રૂમમાં સામાન વેરવિખેર જોતા તપાસ કરતા કબામાં રાખેલા દાગીના જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોલીસમાં જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.જી.ગોહિલ સહિતે સ્‍થળ પર પહોંચી અમીતભાઇ રોકડની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા તેમાં એક શખ્‍સ જોવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)