Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

પંચવટીનગરમાં વડીલ વંદના

 ઉતરાયણના તહેવારમાં પંચવટીનગર સોસાયટીમાં સ્‍નેહમિલન સાથે વરિષ્‍ઠ નાગરિક સન્‍માન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. સાથે મનોરંજન અને સમુહ ભોજનનું પણ આયોજન હતુ. નાના બાળકોમાં ચિ. જિતાર્થ, ચિ. હેત્‍વી દોશી, ચિ. અન્‍વી ટાંક, ચિ. ઇશા પડાવીયાએ ખુબ સરસ રજુઆત કરી હતી. જૈમીનભાઇ અને તેમના પત્‍ની ચાર્મીબેન તથા ગૌરવભાઇ અને તેમના પત્‍ની નૈમિબેનની ટીમે સતત જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. સમગ્ર એન્‍કરીંગ યુવા ટીમે સંભાળ્‍યુ હતુ.

(4:30 pm IST)