Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સ્કોલરશીપનો પટારો ખુલ્યો : કરો અરજી, મેળવો શિક્ષણ અને બનાવો કારકિર્દી

ધોરણ ૧૧/૧૨, આઇ.ટી.આઇ, પોલિટેકનિક કોર્ષ, ડીપ્લોમા, ડીગ્રી એન્જીનીયરીંગ, ગ્રેજ્યુએશન,પોસ્ટ ગ્રેજ્યુએશન રીસર્ચ વિગેરે માટે સ્કોલરશીપ ઉપલબ્ધ : બી.ઇ., બી.ટેક, એમ.ઇ., એમ.ટેક., એમ.એસ, એમ.એસ.સી વિવિધ સ્ટ્રીમમાં એન્જીનીયરીંગ કરનાર માટે ઉજળી તક : વિદેશમાં માસ્ટર, પી.એચ.ડી. પોસ્ટ ડોકટરલ તથા રીસર્ચ કરવા માટે ઉપયોગી ફેલોશીપ : દેશના કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ તથા થ્રી વ્હીલર્સ ચલાવતા ડ્રાઇવર્સ-માલિકોના બાળકો માટે શિષ્યવૃતિ હાજર છે

રાજકોટ,તા. ૧૫: જ્ઞાન અને માહિતીના આજના યુગમાં શિક્ષણ વગર બધુ જ નકામુ છે. ઉચ્ચ શિક્ષણના સહારે આજનું યુવાધન દેશ-વિદેશમાં સફળતાના શિખરો સર કરી શકે છે. સમાજોપયોગી સંશોધનો પણ દેશ-દુનિયાને નવી દિશા આપી રહ્યા છે. હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તથા ઉપયોગી સંશોધનો કરવા માટે અને ભારતની બહાર વિદેશમાં ભણવા માટે ઘણી બધી શિષ્યવૃતિઓ ઉપલબ્ધ છે. જાણે શિષ્યવૃતિઓનો પટારો ખૂલી ગયો હતો તેમ લાગે છે. આ તમામ ઉપર એક નજર કરીએ તો...

* IIT ઇન્દોર ડીસીપ્લીન ઓફ સિવિલ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત માસ્ટર ડીગ્રી ધારકો 'રીમોટ સેન્સીંગ તથા ફીલ્ડ બેઝડ એપ્રોચનો ઉપયોગ કરીને સોઇલ ઓર્ગેનિક કાર્બન સીકેસ્ટ્રેશનનું કોન્ટીફીકેશન'નામના પ્રોજેકટ ઉપર કામ કરવા માટે ફેલોશીપ મેળવી શકે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

એન્જીનીયરીંગની કોઇ પણ શાખામાં બેચલર ડીગ્રી ધરાવનાર અથવા સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડીગ્રી ધરાવનાર અને ક્ષેત્રકાર્ય દ્વારા ડેટા સંગ્રહ તથા પ્રકાશનમાં પૂર્વજ્ઞાન ધરાવનાર ઉમેદવાર ૨૮-૨-૨૦૨૧ તારીખ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકે છે. નેટ/ ગેટ પાસ કરનાર ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. પસંદ થનાર ઉમેદવારને ડી.એચ.ટી.ના નિયમો મુજબ માસિક ૨૫ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ICES

* ABV ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ ગ્લાલિયર ડી.એચ.ટી. એમ.ઇ.આર.બી જુનિયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત બી.ટેક/ બી.ઇ./ એમ.એસ.સી. / એમ.ટેક/ એમ.એસ/ એમ.ઇ.ની ડીગ્રી ધારકો 'ડીઝાઇન એન્ડ મોડલિંગ ઓફ અલ્ટ્રા -સ્કેલ્ડ કોપર-ગ્રાફીન હાઇબ્રિડ ઓન-ચિપ ઇન્ટરકનેકટ ફોર લો પાવર એન્ડ હાઇ-સ્પીડ આઇ.સી. એપ્લીકેશન વિથ મશીન લર્નિંગ' નામના પ્રોજેકટ ઉપર કામ કરવા માટે ફેલોશીપ માટે અરજી કરી શકે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોએ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન (ec)/ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંય (cse)/ ઇલેકટ્રીક એન્જીનીયરીંગ / ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT)માં બેચરલ ડીગ્રી અથવા તેમની સમકક્ષ એમ. ટેક/ એમ.એસ./એમ.ઇ./બી.ઇ./ બી.ટેક/ એમ.એસ.સીની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવેલ હોય તેઓ ૨૮-૨-૨૦૨૧ તારીખ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને તબીબી ભથ્થા સાથે માસિક ૨૮ હજાર રૂપિયા સુધીની ફેલોશીપ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/AGM7

* STFC મેરીટોરીયસ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ દ્વારા દેશના આર્થિક-સહયોગ ઇચ્છતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ ૧૦ તથા ૧૨ પછી પ્રોફેશનલ ડીગ્રી કોર્ષ માટે આ શિષ્યવૃતિ મળે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

હાલમાં ડીપ્લોમા, આઇ.ટી.આઇ, પોલીટેકનીક કોર્ષ કરતા ધોરણ ૧૦ અને ૧૨માં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવનાર વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. તેઓ ત્રણ અને ચાર વર્ષીય ગ્રેજ્યુએશન અથવા તો એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થી હોવા જોઇએ. વિદ્યાર્થીના વાલી કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ હોવા જોઇએ તથા વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. પસંદ થનાર વિદ્યાર્થીઓને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીના આઇ.ટી.આઇ/ પોલીટેકનીક કે ડીપ્લોમા કોર્ષ માટે વાર્ષિક ૧૫ હજાર રૂપિયા તથા ત્રણથી ચાર વર્ષ સુધીના ગ્રેજ્યુએશન કે એન્જીનીયરીંગ ડિગ્રી પ્રોગ્રામ માટે વાર્ષિક ૩૦ થી ૩૫ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮-૨-૨૦૨૧ છે.

- અરજી કરવા માટે ની લીંક

www.b4s.in/akila/STFC1

* કીપ ઇન્ડિયા સ્માઇલીંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત કોલગેટ પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિના હેતુથી વિવિધ પોસ્ટ મેટ્રીક તથા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ૨૦૧૯ની બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦માં ૭૫ ટકા અથવા ધોરણ ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ ટકા મેળવ્યા હોય અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક, ૩ વર્ષના સ્નાતક, ડીપ્લોમા કોર્ષ, ૪ વર્ષના એન્જીનીયરીંગ કોર્ષ કે પછી ક્રમશઃ એક વર્ષના પ્રોફેશનલ કોર્ષનુ શિક્ષણ આગળ વધારવા માંગતા વિદ્યાર્થીઓ ૨૮-૨-૨૦૨૧ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને હાલની શૌક્ષણિક પરિસ્થિતીના આધારે ત્રણ વર્ષ સુધીના શિક્ષણ માટે વાર્ષિક ૩૦ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ-ઇનામ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KISSPO1

* સરદાર પટેલ સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટસ પર્ચ્યુંઇગ ગ્રેજ્યુએશન ૨૦૨૦ અંતર્ગત બડી ૪ સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્રેજ્યુએશનના પ્રથમ તથા દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોઇ પણ શાખામાં ગ્રેજ્યુએશનના પ્રથમ અથવા તો,બીજી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. ગ્રેજ્યુએશન પ્રોગ્રામ ત્રણ વર્ષનો હોવો જોઇએ અને અરજી કરનાર ઉમેદવારની પારિવારીક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. પસંદ થનાર ઉમેદવારને ૧૫ હજાર રૂપિયાની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮-૨-૨૦૨૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SPS1

* ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, ડીઝાઇન એન્ડ મેન્યુફેકચરીંગ જબલપુર, ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન જુનિયર રીસર્ચ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત બી.ઇ./ બી.ટેક/ એમ.ઇ./ એમ.ટેક ડીગ્રી ધારકોને ફેલોશીપ આપવામાં આવે છે. ફેલોશીપ મેળવનાર વિદ્યાર્થીઓએ 'એફ.પી.જી.એ. પ્રોટોટાઇપ ઓફ નોન રીકર્સિવ કી-બેઝડ ક્રિપ્ટોસિસ્ટમ ફોર ધ સિકયોર ટ્રાન્સમિશન ઓફ રીયલ -ટાઇમ પ્રાઇવસી સિગ્નલ' નામના પ્રોજેકટ ઉપર કાર્ય કરવાનુ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ગેટના માન્ય સ્કોર સાથે શૈક્ષણિક અને સંશોધનનું સારૂ બેંક ગ્રાઉન્ડ ધરાવનાર બી.ઇ./બી.ટેક./ એમ.ઇ./એમ.ટેક ડીગ્રી ધારકો તારીખ ૨૦-૨-૨૦૨૧ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૨૫ હજાર રૂપિયા અને એચ.આર.એ. મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક 

www.b4s.in/akila/CJF7

* પિયાજીયો 'શિક્ષા સે સમૃધ્ધિ' સ્કોલરશીપ ફોર કલાસ ૧૦/૧૨ પાસ સ્ટુડન્ટસ ૨૦૨૦-૨૧ અંતર્ગત પિયાજીયો  વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, તિપહિયા સમુદાયના ડ્રાઇવર્સ / માલિકોના ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ વિદ્યાર્થીઓ કે જેઓ આઇ.ટી.આઇ પોલિટેકિનક/ ડીપ્લોમા/ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે તેઓને શિષ્યવૃતિ આપે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપ થ્રી વ્હીલર સમુદાયના ડ્રાઇવર્સ/માલિકોના બાળકો કે આશ્રિતોને આપવામાં આવે છે. ઉમેદવારો એ ૫૫ ટકા સાથે ધોરણ ૧૦/૧૨ પાસે કરેલ હોવું જોઇએ. ધોરણ ૧૦/૧૨ માં ભણવા માટે ૬૦ ટકા જરૂરી છે. તેઓ ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ધોરણ ૧૦/૧૨ આઇ.ટી.આઇ / પોલીટેકનીક/ ડીપ્લોમા/ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં ભણતા હોવા જરૂરી છે. તેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને કુલ ફીના ૮૦ ટકા રૂપિયા અથવા વાર્ષિક વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮-૨-૨૦૨૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/PSD1

* ધ જે.એન.ટાટા એન્ડોવમેન્ટ લોન સ્કોલરશીપ ૨૦૨૦-૨૧ અંતર્ગત ટાટા ટ્રસ્ટ દ્વારા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.આ કાર્યક્રમ પસંદ થયેલા ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ -ફોરેનમાં ભણવા માટે 'ગીફટ સ્કોલરશીપ' તથા ''ટ્રાવેલ ગ્રાન્ટસ' (યાત્રા અનુદાન) પણ આપે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

 જે ભારતીય વિદ્યાર્થીઓએ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પુરૂ કરી લીધુ હોય અથવા તો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હોય તેઓ અરજીપાત્ર છે. અરજી કરનારને તેમની છેલ્લી તેઓ અરજીપાત્ર છે. અરજી કરનારને તેમની છેલ્લી શૈક્ષણિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા હોવા જરૂરી છે. ભારતની બહાર વિદેશમાં માત્ર પી.જી (પોસ્ટ ગ્રેજ્યુએશન)/ પી.એચ.ડી/ પોસ્ટ ડોકટરલ/ રીચર્સ કાર્યક્રમો કરનાર વિદ્યાર્થીઓ જ અરજીપાત્ર છે. ઉમેદવારની ઉંમર ૩૦ જૂન ૨૦૨૧ના રોજ ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. પસંદ થનાર વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૮-૩-૨૦૨૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/JNT4

આટ આટલી જીવનોપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે ઉચ્ચ શિક્ષણના સંગાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સોનેરી તક આવી છે. યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથે આપે જ છે સૌને ઓલ ધ બેસ્ટ.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:43 am IST)