Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જિલ્લા પંચાયતમાં ભૂપત બોદર સૌથી ધનવાન ઉમેદવાર : ૨૯ કરોડની મિલકત

રાજકોટ,તા. ૧૬: જિલ્લા પંચાયતના ભાજપ કોંગ્રેસના તમામ ઉમેદવારોમાં સૌથી ધનવાન ઉમેદવાર ભાજપના ત્રંબા બેઠકના ઉમેદવાર ભૂપત બોદર હોવાનું ફોર્મમાં દર્શાવેલ વિગતોથી તારણ નીકળે છે. તેઓ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ભૂપત બોદરે ૩૭ લાખનું સોનુ, ૭૦ લાખના વાહનો, સહિત ૨૯ કરોડ જેટલી મિલકત દર્શાવ્યાનું જાણવા મળે છે. ત્રંબા બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આપ અને બે અપક્ષો સહિત કુલ ૬ ઉમેદવારો મેદાનમાં છે. શ્રી બોદરે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપને બહુમતી આવે તો તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ પદના ઉમેદવાર માનવામાં આવે છે.

(3:52 pm IST)