Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

મુંજકામાં અનેક અકસ્માત સર્જી ચૂકેલા ટ્રાન્સફોર્મરનાં સ્થળાંતરમાં તંત્ર ઉદાસીન

રાજકોટઃ મુંજકા ગામમાં ગીચ રહેણાંક વિસ્તારમાં વર્ષોથી નડતરરૂપ અને અત્યંત જોખમી પુરવાર થયેલ ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરનાં સ્થળાંતરમાં તંત્ર વાહકો અત્યંત ઉદાસીનતાં રાખતાં હોવાની વિસ્તારનાં જાગૃત નાગરિક સંદિપભાઇ સતાણીએ કરી છે. આ અંગે વિજ કંપનીને કરેલી રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ટ્રાન્સફોર્મર ગીચ વિસ્તારમાં હોઇ ગંભીર અકસ્માતો સર્જાય છે મુંગા પશુઓના જીવ ગયાનાં અનેક દાખલાઓ છે. ત્યારે વહેલી તકે આ ટ્રાન્સફોર્મરનું સ્થળાંતર કરવું જોઇએ. તસ્વીરમાં વિજ ટ્રાન્સફોર્મરનાં વિજ કરન્ટને કારણે એક બિલાડીનું મોત થયું હતું. તે સ્પષ્ટ દર્શાય છે.

(3:55 pm IST)