Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ગુણવતાની પરીક્ષા આપવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તૈયારઃ સાંજથી નેક કમીટીના સભ્યોનું આગમન

તમામ સ્તરે તૈયારીઓને અપાતો આખરી ઓપઃ કુલપતિ પેથાણી અને ડાયરેકટ ભીમાણીનું સબળ નેતૃત્વ

રાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવતા મુલ્યાંકન કરવા માટે ૬ સભ્યોની નેક કમીટી ગુરૂવારથી કાર્યવાહી શરૂ કરનાર છે.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આખરી તબક્કાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ર૯ ભવનો તેમજ મુખ્ય વહીવટી બીલ્ડીંગ સ્પોર્ટસ કોમ્લેક્ષ, લાઇબ્રેરી સહીતના બીલ્ડીંગોને રંગરોગાન કરી ચોખ્ખુ ચણાંક કર્યુ છે. યુનિવર્સિટીના માર્ગો ઉપર પણ સફાઇ થઇ રહી છે.

શૈક્ષણીક અને બીન શૈક્ષણીક કર્મચારીઓમાં નેક કમીટીના આગમન અંતર્ગત અનેરો ઉત્સાહ જોવા મળે છે.

યુજીસી દ્વારા નેક કમીટીના સભ્યોના નામની ભારે ગોપનીયતા, રાખવામાં આવે છે. ૬ સભ્યો પૈકી આજે બે સભ્યો અને અન્ય ૪ સભ્યો અને અન્ય ૪ સભ્યો આવતીકાલ સાંજ સુધીમાં આવી જશે. ં

કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી દ્વારા  વેલકમ ડીનર ગોઠવવામાં આવ્યુ઼ છે.

(3:56 pm IST)