Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પતિ મિતેષ સાથે કલેશ થતાં કોઠારીયા સોલવન્ટની વિધીએ ઝેરી ટીકડી પીધી

રાજકોટ તા. ૧૬: કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રહેતી વિધી મિતેષ વાઘેલા (ઉ.વ.૨૧) નામની પરિણિતાએ જામનગર રોડ સાંઢીયા પુલ પાસે માવતરના ઘર નજીક ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

વિધીના લગ્ન એક વર્ષ પહેલા થયા છે. સસરા રવિભાઇ વાઘેલાના કહેવા મુજબ વિધી અને પતિ મિતેષ વચ્ચે કોઇ બાબતે કલેશ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતુ઼.

રંગીલા સોસાયટીમાં રંજનબેને એસિડ પીધું

નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી રંજનબેન હસુભાઇ મેર (ઉ.વ.૩૫)એ મગજની તકલીફને લીધે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(12:45 pm IST)