Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સનસાઇન ગ્રુપ દ્વારા કુલપતિઓનો ઓનલાઇન કોન્કલેવ

રાજકોટ : સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુસન્સ દ્વારા તાજેતરમાં કુલપતિઓનો કોન્કલેવ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ભારતમાંથી ૧૧ થી વધુ કુલપતિઓએ ભાગ લીધો હતો. મુખ્ય વકતા તરીકે જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનકુમાર પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, ગુરૂગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદના કુલપતિ ડો. અમી ઉપાધ્યાય, કેએસવી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા, જીએનએ યુનિવર્સિટી ફાગવારાના ભુતપૂર્વ કુલપતિ ડો. પ્રેમકુમાર, સરદાર વલ્લભભાઇ પટેલ કલસ્ટર યુનિવર્સિટી મંડી હિમાચલ પ્રદેશના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા, જીએનએ યુનિવર્સિટી ફાગવારાના ભૂતપૂર્વ કુલપતિ ડો. પ્રેમકુમાર, સરદાર વલ્લભભાઇ પટેલ કલસ્ટર યુનિવર્સિટી મંડી હિમાચલ પ્રદેશના કુલપતિ ડો. સી. એલ. ચંદન, ડો. એમ. એમ. ગોયલ, સ્ટાર એકસ યુનિવર્સિટી ગુડગાંવના કુલપતિ ડો. હેમંત ત્રિવેદી, સી. યુ. શાહ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. વી. દેસાઇ, કુલપતિ એમ. વી. એન. યુનિવર્સિટી ફરીદાબાદ, હરીયાણા ઉપસ્થિત રહેલ. તમામ વકતાઓએ નેશનલ એજયુકેશન પોલીસી પર પોતાના મંતવ્યો રજુ કરેલ. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત અને અંતમાં આભારવિધિ ડો. વિકાસ અરોરાએ કરેલ. સમગ્ર સંચાલન એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના એસોસીએટ પ્રો. ડો. દિપ્તી શર્માએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(2:28 pm IST)