Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજકોટમાં 'ઇન્ડેકસ-બી'ની શાખા શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૬ : સોરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલા ઉદ્યોગોની સુગમતા માટે રાજકોટમાં ઇન્ડેકસ-બી ની શાખા અને એકઝીબીશન સેન્ટર શરૂ કરવા સોરષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે છેલ્લા દશકામાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ છેક્ષેત્ર અચંબિત થઇ જવાય તેવો વિકાસ નોંધાયો છે. ત્યારે ઉદ્યોગ સાહસીકોને ગાંધીનગર સુધી લાંબા ન થવુ પડે તે માટે ઇન્ડેકસટ - બી ની કચેરી રાજકોટમાં શરૂ કરવી જરૂરી છે. આ દિશામાં વહેલી તકે યોગ્ય કરવા અંતમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે માંગણી ઉઠાવી છે.

(2:28 pm IST)