Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સ્પા ખુલ્લુ રાખનારા અને કર્ફયુમાં ગ્રાહકોને બેસાડી જમાડનારા સામે ગુનો

મહિલા કોલેજ અન્ડર બ્રિજ ચોક અને નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં કાર્યવાહી : એ-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસે કુલ છ જણા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: કોરોના અંતર્ગત બહાર પાડવામાં આવેલા સરકારી માર્ગદર્શિકા મુજબના જાહેરનામામાં હજુ પણ સ્પા બંધ રાખવાનો આદેશ થયેલો હોઇ આમ છતાં મહિલા કોલજે અન્ડર બ્રિજ ચોકમાં આવેુ સ્પા ખુલ્લુ રખાયું હોઇ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક આરએમસી હોકર્સ ઝોનમાં ખાણીપીણીના ધંધાર્થીઓ કર્ફયુ સમયમાં પણ લોકોને બેસાડીને જમાડતાં હોઇ પાંચ ધંધાર્થીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મહિલા કોલેજ અન્ડર બ્રિજ ચોકમાં આવેલુ ઇન્ફીનીટી સ્પા સેન્ટર નામનું સ્પા ખુલ્લુ રાખી જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોઇ એ-ડિવીઝન પીઆઇ સી.જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. વસાવા સહિતની ટીમે તપાસ કરી સંચાલક રૈયાધાર સ્લમ કવાર્ટર રામાપીર ચોકડી પાસે રહેતાં જગદીશ દિનેશભાઇ મકવાણા  (ઉ.૨૧) સામે આઇપીસી ૧૮૮, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જ્યારે નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં ખાણીપીણીના સ્ટોલ, રેસ્ટોરન્ટ કર્ફયુમાં ખુલ્લા રાખી ગ્રાહકોને બેસાડીને જમાડી રહેલા રૈયાધાર ઇન્દિરાનગરના ઇન્દુ વસ્તાભાઇ પરમાર (ઉ.૨૬), સંતોષી પાર્કના ખડક જશબીર સોની (ઉ.૨૪), રેલનગર દયાનંદ સરસ્વતિ ટાઉનશીપના રામબહાદુર કાલુસિંગ વિશ્વકર્મા (ઉ.૪૦) અને સંતોષ રાજુભાઇ સારકી (ઉ.૨૨) સામે યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, સતિષભાઇ ગામેતી, ફરીદભાઇ શેખ, ઇકબાલભાઇ મોરવાડીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, જુવાનસિંહ ગોહિલ, ઇન્દ્રસિંહ ઝાલા, દિપકભાઇ ચોૈહાણ અને બ્રિજરાજસિંહે કાર્યવાહી કરી હતી.

(2:30 pm IST)