Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

૧ાા વર્ષથી બેકાર છીએ... હોલમાર્ક કાયદો હાલ મુલત્વી રાખોઃ સોની યુવા ટ્રસ્ટનું આવેદન

સોની યુવા ટ્રસ્ટે આજે કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી.

રાજકોટ, તા., ૧૬: સોની યુવા સોશ્યલ ટ્રસ્ટે કલેકટરને આવેદન પાઠવી સુવર્ણકારોને હોલ માર્ક અંગે પડતી મુશ્કેલીને દુર કરવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે હાલ ભારતભરમાં કોરોના મહામારી દરમિયાન લોકડાઉન તથા છેલ્લા આશરે દોઢ વર્ષ થયા કારીગરોને કામકાજ બહુ જ તકલીફ પડી હતી. ભારત સરકાર દ્વારા આર્થીક સહાય આપવામાં આવી હતી. દેશ વિદેશમાં કોરોના મહામારી દરમિયાન વેપાર બંધ હતા. કોરોના વાયરસ બિમારી કારણે ઘણા વેપારીઓ તથા કારીગરો અવસાન પામ્યા છે. કોરોના મહામારી લીધે વેપારી તથા કારીગરો કામકાજ ન હોવાથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડી હતી. ગયા વર્ષે ર૦ર૦ કોરોના મહામારી બીજી લહેરને કારણે સોના માંગમાં ૭૩ ટકા ઘટાડો થયો હતો.

આ પરિસ્થિતિમાં કામકાજ ન હોવાથી આ હોલમાર્ક કાયદો મુલત્વી રાખવામાં આવે તેવી શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, રાજેશભાઇ પાટડીયા, કેતનભાઇ પાટડીયા, રવીકાન્તભાઇ વાગડીયા, શૈલેષભાઇ પાટડીયા તથા શ્રી સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના સલાહકાર સમીતીના વકીલ નયનભાઇ કોઠારી પ્રશાંત વાગડીયા, હિતેશભાઇ વાગડીયા, અનિલભાઇ આડેસરા, ભાવીનભાઇ વાગડીયા, શોભનભાઇ પારેખ, પરેશભાઇ પાટડીયા, કલ્પેશભાઇ પારેખ, હરેશભાઇ ભુવા, ભાવેશભાઇ પાટડીયા, પીન્ટુભાઇ રાધનપુરા, આશીષભાઇ પારેખ વિગેરે દ્વારા માંગણીઓ છે.

(3:15 pm IST)