Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કાલે મ.ન.પા.નું જનરલ બોર્ડઃ પ્રજાના મુખ્ય પ્રશ્નોનો ઉલાળિયો?

પ્રથમ લાયબ્રેરી અંગેનાં પ્રશ્નની ચર્ચામાં જ સમય મર્યાદા પુણ થઇ જશેઃ રસ્તા-આવાસ-કોરોનાં વેકસીન, પાણી જેવા મહત્વનાં પ્રશ્નોની ચર્ચા થશે કે કેમ?: ભાજપનાં ૧ર કોર્પોરેટરોનાં ર૪ પ્રશ્નો અને વિપક્ષ કોંગ્રેસનાં ૪ કોર્પોરેટરોનાં ૧૦ મળીને કુલ ૩૪ પ્રશ્નો બોર્ડમાં મૂકાયા છેઃ આવાસ યોજનાઓ રેન્ટલ હાઉસીંગ કોન્ટ્રાકટની નીતિ નકકી કરવા સહિત ૮ દરખાસ્તોનો થશે નિર્ણય

રાજકોટ તા. ૧૬: આવતીકાલે તા. ૧૭ જુલાઇએ સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૨ મળી કુલ ૧૪ કોર્પોરેટરોએ ૩૪ પ્રશ્નો રજૂ કરી અને આ પ્રશ્નોની ચર્ચા માંગી છે. જેમાં સૌપ્રથમ લાયબ્રેરી અંગેના પ્રશ્નનીજ ચર્ચા પ્રશ્નોતરી કાળમાં થઇ શકેશે વેકસીન સફાઇ પાણી સહીતના મહતવના પ્રક્ષલક્ષી પ્રશ્નોની ચર્ચા થશે કે તેનો ઉલાળિયો થશે? તેવા સવાલો સર્જાયા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આવતી કાલે મળનાર  જનરલ બોર્ડમાં ભાજપ કોંગ્રેસના મળી કુલ ૩૦ પ્રશ્નો પૂછયા છે. જેમાં કોવિડ વેકસીનેશન, ટી.પી. પ્લોટ, સફાઇ, ટીપરવાન, રોશની સહિતના વિભાગોના પ્રશ્નોનો ઢગલો કોર્પોરેટરોએ કર્યો છે.

જનરલ બોર્ડના પ્રશ્નોત્તરી ક્રમમાં સૌ પ્રથમ વોર્ડ નં. ૭ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડનો પ્રશ્ન છે.

તેઓએ મ.ન.પા. હસ્તક કેટલી લાયબ્રેરી છે ? તેના કુલ સભ્યો કેટલા ? કેટલા હરતા-ફરતા પુસ્તકાલયો છે તેના કુલ કેટલા સભ્યો ? એ બે પ્રશ્નોનો સમાવેશ છે.

ત્યારબાદ (ર) કોમલબેન ભારાઇના ટીપર વાન, રાત્રી સફાઇ, સ્નાનાગારના ત્રણ પ્રશ્નો (૩) મનીષભાઇ રાડિયાએ ટી.પી.એ રમત-ગમત માટે ભાડે આપેલા મેદાનો તથા બાગબગીચાના બે પ્રશ્નો (૪) નિલેશભાઇ જલુએ રોશની અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના બે પ્રશ્નો (૫) નિતીનભાઇ રામાણીએ બે પ્રશ્નો (૬) ભાનુબેન સોરાણીએ કોવિડ વેકસીનેશન, કોરોના કેસ, કોરોના મૃત્યુ વગેરે સહિત ૩ પ્રશ્નો પૂછયા છે. (૭) અનીતાબેન ગોસ્વામીએ - ૨ (૮) ભાવેશભાઇ દેથરીયાએ - ૨ (૯) જીતુભાઇ કાટોડીયા - ૨, (૧૦) નેહલભાઇ શુકલએ આવાસ સહિતના - ૨, (૧૧) ચેતનભાઇ સુરેજા - ૨ (૧૨) જયમીનભાઇ ઠાકર - ૨ (૧૩) નીરૂભા વાઘેલા - ૨ (૧૪) બાબુભાઇ ઉધરેજા - ૨ પ્રશ્નો પૂછેલ છે.

આમ, ભાજપના ૧૨ તથા કોંગ્રેસના ૨ મળી કુલ ૧૪ કોર્પોરેટરોના ૩૦ પ્રશ્નો જનરલ બોર્ડમાં રજૂ કર્યા છે

૮ દરખાસ્તો અંગે નિર્ણય

અગાઉ નવેમ્બર-ર૦ર૦માં જયારે રેન્ટલ હાઉસીંગ યોજના દરખાસ્ત મંજુર કરાઇ તેમાં પ્રેમ મંદિર પાસે આવેલ બી.એસ.યુ.પી.-રના ૩૬૦ અને પોપટપરાનાં બી.એસ.યુ.પી.-૩ ના ૬૯૮ ફલેટ મળી કુલ ૧૦પ૮ ફલેટ ભાડે આપવાને બદલે પ્રેમ મંદિર પાસે બી.એસ.યુ.પી.-નાં ૩૬૦ ફલેટનું રિનોવેશન કરી ગરીબોને ફાળવી દેવા ઠરાવ થયેલ છે.

જયારે બાકી રહેતા પોપટપરાનાં બી.એસ.યુ.પી.-૩નાં ૬૯૮ ફલેટ કોઇ સંસ્થા કે ડેવલોપર્સ પાસેથી ઓફરો મંગાવી  અને તેને કોન્ટ્રાકટ આપી દેવા ઠરાવ થયેલ.

આ ઠરાવમાં ઉલ્લંખ કરાયો છે. રેન્ટલ હાઉસીંગ સ્કીમ હેઠળ પ્રતિ ફલેટ દીઠ પ્રતિમાં વધુમાં વધુ ૩૦૦૦ જેટલા ભાડાની આવક થઇ શકે.

દરમિયાન ઉકત સૈધ્ધાંતિક ઠરાવ બાદ મ.ન.પા.એ પોપટપરા આવાસોનાં ભાડાના કોન્ટ્રાકટ માટે, ડેવલોપર્સ પાસે ઓફરો મંગાવવા ટેન્ડરો પ્રસિધ્ધ કર્યા જેમાં બેંગ્લોરનાં બિલ્ડીંગ ડેવલોપર્સે પ્રતિ ફલેટ દિઠ રૂ. ૮૦૦ આસપાસનું ભાડુ આપવા ઓફર કરતાં તેને  કોન્ટ્રાકટ આપવા, તાજેતરમાં સ્ટન્ડીંગ કમીટીમાં દરખાસ્ત આવે છે. પરંતુ આ ઓફરમાં હજુ વધુ ભાડાની આવક થઇ શકે કે કેમ ! તેના અભ્યાસ માટે છેલ્લી બે સ્ટેન્ડીંગ કમીટીથી આ દરખાસ્ત પેન્ડીંગ છે.

રેન્ટલ હાઉસીંગનાં સૈધ્ધાંતિક નિર્ણયની દરખાસ્ત અને કોન્ટ્રાકટની દરખાસ્તમાં ભાડાની મહત્તમ આવકમાં મોટી વિસંગતતા હોઇ જનરલ બોર્ડમાં આ મુદ્ે ચર્ચાનો વિષય બની શકે.

દરમિયાન આગામી જનરલ બોર્ડમાં આનંદનગરમાં હાઉસીંગ બોર્ડનાં જર્જરીત કવાર્ટરો તોડવા, સીતાજી, લક્ષ્મણજી ટાઉનશીપનાં શોપીંગ સેન્ટરોમાં દુકાનોની વેચાણ, ઘંટેશ્વર-પરાપીપળીયા ટી. પી. સ્કીમો સહિતની કુલ ૮ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.

  • વિપક્ષ આશ્ચર્ય જનક કાર્યક્રમ આપશે
  • દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્ને જનરલ બોર્ડમાં આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે.

કાલે જનરલ બોર્ડમાં રજુ થયેલ પ્રશ્નો

૧)  દેવાંગભાઈ માંકડ ૦૨

૨)    કોમલબેન ભારાઈ        ૦૩

૩)  મનીષભાઈ રાડિયા        ૦૨

૪)      નીલેશભાઈ જલુ        ૦૨

૫)  નીતિનભાઈ રામાણી        ૦૨

૬)     ભાનુબેન સોરાણી        ૦૩

૭)  અનીતાબેન ગોસ્વામી       ૦૨

૮)  ભાવેશભાઈ દેથરીયા        ૦૨

૯)  જીતુભાઈ કાટોડીયા        ૦૨

૧૦)    નેહલભાઈ શુકલ        ૦૨

૧૧)   ચેતનભાઈ સુરેજા        ૦૨

૧૨) જયમીનભાઇ ઠાકર        ૦૨

૧૩)      નીરૂભા વાઘેલા        ૦૨

૧૪) બાબુભાઈ ઉઘરેજા        ૦૨

૧૫) વશરામભાઈ સાગઠીયા ૦૩

૧૬) મકબુલભાઈ દાઉદાણી      ૦૧

(3:49 pm IST)